Lover's murdered by her husband
  • Home
  • Ahmedabad
  • લંપટલીલાનો આવ્યો કરુણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિ સાથે કર્યું હિચકારુ કૃત્ય

લંપટલીલાનો આવ્યો કરુણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિ સાથે કર્યું હિચકારુ કૃત્ય

 | 7:03 pm IST

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરતા ચકચાર મચી છે. દિનુ દેવીપૂજકની પત્ની મહિના પેહલા આરોપી ચિરાગ સાથે ફરાર થઇ હતી. બે બાળકોના ઉછેર માટે પત્નીને પરત મોકલવાનું કેહતા આરોપી ચિરાગે દિનુનું છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું છે.

એસ.જી. હાઇવે રોડ પર નવા વર્ષની મોડી રાતે દિનુ દેવીપૂજાક નામના શખ્સની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે. પત્નીના પ્રેમ સંબંધમાં કૌટુંબિક ભાઈ જીગ્નેશ દેવીપૂજક, મેરુ દેવી પૂજક, ચિરાગ અને પોપટ સહિત અન્ય લોકોએ સાથે મળીને દિનુને છરીના ઘા મારીને મોતની ધાટ ઉતારી દીધો હતો.

મૃતક એસ.જી હાઇવેના જાહેર પર રોડ પરિવાર સાથે રહીને છુટક મંજૂરી કરે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી પત્ની કૌટુંબિક ભાઇ સાથે જતી રહી હતી. જેની અદાવતમાં ગત્ત મોડી રાતે ઓટો રીક્ષામાં આવેલા કૌટુંબિક ભાઇઓએ દિનુ દેવીપુજાકની હત્યા કરીને ફરાર થઇ ગયા છે.

આરોપી ચિરાગ સાથે મૃતકની પત્ની લીલી દેવીપુજકની આંખ મળી હતી અને આરોપી ચિરાગ લીલીને લઇને ભાગી ગયો હતો. જેમાં મૃતક દિનુએ પોતાની પત્નીને પરત આપવા માટે કૌટુબિક ભાઇને વારંવાર કહેતો હતો. જેમાં દિનુ અને ચિરાગ સાથે બોલાચાલી થઇ હતી. જેથી આરોપી ચિરાગે મૃતકને મારી નાખવાની ધમકી આપી કહ્યું હતુ કે તારી પત્નીને ભુલી જજે. તે વાતનુ વેર રાખીને ચિરાગે તેના 5 જેટલા મિત્રો સાથે મળીને દિનુ દેવીપુજાકને છરીના ધા મારી હત્યા કરી નાખી હતી.

માતાના પ્રેમમાં બાળકોઓને પિતાની છત્રછાયા ગુમાવાનો વારો આવ્યો છે. રોડ પર રહીને છુટક મંજૂરી કરી પોતાનુ ગુજરાન ચલાવનાર પરિવાર પર આફત તૂટી પડીછે. ત્યારે હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.