Loving couple tied to electricity pole in tribal area of Chhotaudepur
  • Home
  • Gujarat
  • છોટાઉદેપુરમાં પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા અપાઇ, જુઓ વિડીયો

છોટાઉદેપુરમાં પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા અપાઇ, જુઓ વિડીયો

 | 10:10 pm IST
  • Share

છોટાઉદેપુર જિલ્લાના આદીવાસી વિસ્તારમાં યુવક-યુવતીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા પ્રેમી યુવક અને યુવતીને યુવતીના પરિવારોએ યુવકને વીજપોલ પર બાંધી માર મારી રહ્યા છે. આ વીડિયોમાં યુવતીને પણ બેરહેમીપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે. પ્રેમી યુગલને તાલિબાની સજા આપતા આ વીડિયો વાયરલ થયા બાદ રંગપુર પોલિસે ઘટના સંદર્ભે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વાયરલ થયેલ વિડીઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધડાગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક જ ગામમાં અડોશ પડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા. જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેમને યુવતીના પરિવારજનોએ શોધી કાઢયા હતા. પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા ફટકારી હતી.

યુવતીના કાકાએ યુવાનને વિજપોલ સાથે બાંધી દીધો હતો. અને લાકડીથી ઘા માર્યા હતા. દીકરીને પણ બેરેહમી પૂર્વક માર મારતો વિડીઓ વાયરલ થયો હતો. છોટાઉદેપુર તાલુકાના રંગપુર રાઠ વિસ્તારમાં યુવાન યુવતીને માર મારતો વિડીયો વાયરલ થવાની બનેલ ઘટના સંદર્ભે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો