પ્રેમાળ દુનિયા!!!   - Sandesh

પ્રેમાળ દુનિયા!!!  

 | 3:21 am IST

વર્ષોના નિત્યક્રમ મુજબ આજે પણ સોમેશ સવાર-સવારમાં તેના માલિકના ઘેર ગાર્ડનને પાણી આપી રહ્યો હતો. તેના માલિક એક મોટી કંપનીમાં સારા એવા પગારથી નોકરી કરતા હતા.

ક્યારેક ક્યારેક માલિકનાં રૂઆબ જોઈને સોમેશ કલ્પનાની દુનિયામાં સરી જતો અને પોતે ન ભણી શકવાનો અફસોસ તેને કોરી ખાતો અને ક્યારેક કાલ્પનિક દુનિયામાં વિહરતો તે કામમાં નાની-મોટી ભૂલો કરી માલકણના ગુસ્સાનો ભોગ પણ બનતો. છતાંય તેની એ નિર્દોષતા અને કામની ધગશથી તે ઘરમાં સૌનો પ્રિય બની ગયો હતો.

ગાર્ડનને પાણી આપી તે તેના બીજા કામો તરફ વળ્યો એટલામાં જ તેના માલિક તેમના હંમેશના સમય મુજબ ઊઠયાં. ઊઠતાંની સાથે જ તેમણે તેમની બાજુમાં જ બેઠેલા તેમનાં પ્રિય અને ખાસ્સાં એવા રૂપિયામાં ખરીદેલાં કૂતરાને બાથમાં લઈ રમાડવા માંડયું.

પણ કૂતરો આજે કંઈક સુનમુન જણાતો હતો તેનામાં આજે દરરોજની જેમ ીહીખ્તિઅ નહોતી દેખાતી. માલિકે ઊભા થઈ તેને બાંધેલા પટ્ટાથી સાથે લઈ ચાલવા માટે કહ્યું પણ તે ઊભો જ ન થયો. બે-ત્રણ પ્રયત્નો પછીયે તે ન ઊઠતાં માલિકે તરત જ તેમના નોકર સોમેશને બૂમ પાડીને બોલાવ્યો. સોમેશ માલિકનો અવાજ સાંભળી દોડીને ભેટ તેમના રૂમમાં પહોંચ્યો.

સોમેશને સૂચના મળી કે આને ઉપાડીને તરત ગાડીમાં બેસાડ તે બીમાર થયો લાગે છે તેથી તરત જ હોસ્પિટલ ખસેડવો પડશે.

એવામાં માલિક પત્નીએ ચા પીવાનો પ્રસ્તાવ મૂકતાં માલિક છંછેડાઈ ગયા અને બોલ્યા,

તને એટલી સૂઝ નથી પડતી કે આપણો Doggy બીમાર પડયો છે અને આવા સમયે તને ચાની પડી છે. પત્ની પરિસ્થિતિ પામી જઈ રસોડા તરફ વળી. માલિકનો નાનકડો છોકરો એક રૂમમાં તેના Private tutor જોડે ભણવામાં વ્યસ્ત હતો તેથી તેને કદાચ તેનો અણસાર જ નહીં આવ્યો હોય પણ, અહીયાં તો બે ઘડી રીતસરની ધમાલ મચી ગઈ હતી.

ફટાફટ Dogને ગાડીમાં બેસાડી સોમેશ તેની બાજુમાં બેઠો અને તેના માલિકે શહેરના રસ્તા પર કાર દોડાવી મૂકી. થોડીવારમાં તો એ ર્ડ્ઢખ્તના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું આ જોઈને માલિકે કારની ગતિને ઓર વધારી દીધી. પુરપાટ ઝડપે દોડતી ગાડીની આડે એક બીજું કૂતરું આવતાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં તો તે ક્યાંય ફંગોળાઈ ગયું તેની જાણે કે માલિકને ખબરેય ન હોય તે રીતે તે ગાડીને એ જ ગતિમાં દોડાવી રહ્યા હતા.

થોડીકવારમાં જ પશુ-દવાખાનું આવી પહોંચતા ફટાફટએ માલિકના કૂતરાની સારવાર ચાલુ થઈ ગઈ, પરંતુ તેની હાલત પહેલા કરતાં વધારે બગડતી જતી હતી એટલે માલિકે અને સોમેશે ત્યાં રોકાવું પડે તેમ હતું એટલે માલિકે તરત જ તેમની office (ઓફિસે) એ ફોન કરીને તેમના ઉપરી અધિકારી પાસેથી ીદ્બીખ્તિીહષ્ઠઅ રજા લઈ લીધી અને આજે નોકરીએ ન જવાનું નક્કી કર્યું.

આ બાજુ સારવાર ચાલી રહી હતી નોકર તેના માલિકની બાજુમાં જ બેઠો હતો એવામાં એકાએક માલિકનો ફોન રણક્યો. માલિકે જાણે કે કોઈ જાણીતો નંબર હોય તેમ પહેલેથી જ મોં બગાડીને એ ફોનને Receive કર્યો.

સામે છેડેથી અવાજ આવ્યો બેટા, હવે તુ અમારી કીીજ ભરી જા આ લોકો અમને હેરાન કરે છે. આજે મુદત પૂરી થયાને પણ ખાસ્સાં દિવસો વીતી ગયા કે બેટા. માલિકના મા-બાપનો વૃદ્ધાશ્રમમાંથી ફોન હતો.

માલિક ગુસ્સાથી રાતાપીળાં થઈ બોલ્યા, તમને ખબર નથી પડતી કે અત્યારે તું હોસ્પિટલમાં છું ને મને ફોન કરો છો? હોસ્પિટલ, આ શબ્દ સાંભળતાં જ જાણે કે તેમના મા-બાપના શ્વાસ થંભી ગયા અને તેઓ થોથવાતાં અવાજે બોલ્યા,

બેટા, કેમ હોસ્પિટલમાં? શું થયું? ઘેર બધા મઝામાં તો છે ને?

માલિક બોલ્યા, મારો Doggy અત્યારે ખૂબ જ બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે. હું એક-બે દિવસમાં આ સાજો થાય એટલે આવીને તમારી કીીજ ભરી દઊં છું અને માલિકે ફોન કટ કરી દીધો.

મા-બાપથી હવે ન રહેવાયું તેમની હિંમત આજે ખૂટી ગઈ. આજ સુધી દુનિયાને આશ્વાસન આપતો બાપ આજે ઢીલો પડી ગયો. તેમણે ફોનને બાજુ પર મૂકી આજે તેઓ કોઈનીયે પરવા કર્યા વગર એકબીજાને ગળે વળગી ચોંધાર આંસુએ રડી પડયો. આજે તમને આ દુનિયા ફીકી લાગવા માંડી હતી તેમજ તેમના અસ્તિત્વનો ભાર લાગવા માંડયો હતો. આખરે આજની આ રાતને ધરતીના પ્રાંગણમાં છેલ્લી વખત વિતાવવાનું નક્કી તેમણે તેમના દીકરાને એક નાનકડી ચિઠ્ઠી લખી તેને કવરમાં મૂકી પોતાના દીકરાના સરનામે પોસ્ટ કરી દીધી.

રાત પડતાં જ બંને પોત-પોતાની પથારીમાં આડા પડયાં. બેમાંથી એકેયને મટકું મારવાનુંય મન નથી થતું એ રીતે કશુંય બોલ્યા વગર બંને એકબીજાનો હાથ પકડીને સામ-સામે એકબીજાને અનિમેષ નેત્રે નિહાળી રહ્યા હતા. હાથ પકડતાં જ તેમને તેમનું યૌવન યાદ આવ્યું. એ દિવસ યાદ આવ્યો કે જ્યારે એકબીજાના હાથમાં હાથ આપી લગ્નના બંધનમાં તેઓ બંધાયા હતા અને છેલ્લા શ્વાસ સુધી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી થઈ ભેળાં જીવવા-મરવાના વચનો આપ્યાં હતાં.

તેઓ બોલી નહોતા શક્તાં કારણ કે તેમના ગળે ભારે-ભરખમ ડુમો ભરાઈ ગયો હતો. તેઓ એકબીજાને નિહાળતાં જીવનના દરેક તડકાં-છાયડાંને યાદ કરી રહ્યા હતા. આમ એક પણ શબ્દ બોલ્યા વગર ઘડીઓ ગણાઈ રહી હતી. સ્ત્રીમાં બોલવાની હિંમત નથી રહી, પણ પુરુષ પ્રયત્ન કરીને બોલવા જાય છે. તે જ્યાં શબ્દ ઉચ્ચારે તે પહેલાં જ તો તે જુએ છે કે તેની પત્નીએ તો તેની જીવનલીલા સંકેલી લીધી છે તરત જ તે પણ જાણે કે પાછળ રહી જશે એમ વિચારતો તેના પ્રાણને શરીરના બંધનમાંથી મુક્ત કરી દે છે.

સવાર પડતાં જ તેમના દીકરા પર વૃદ્ધાશ્રમમાંથી ફોન આવે છે. દીકરો વૃદ્ધાશ્રમમાં આવે છે અને તેના મેનેજરને કહે છે કે મારા મા-બાપને તો નખમાંય રોગ નહોતો તો તેઓ મરે જ કઈ રીતે? મને આમાં જરૂર તમારી કોઈ ચાલ લાગે છે. હું તમારા પર કેસ કરીશ.

વૃદ્ધાશ્રમનાં મેનેજરે કશું જ બોલ્યા વગર જાણે કે પહેલેથી જ તપાસ કરી રાખી હોય તેમ તેના મા-બાપનું તેમના દીકરાને કરેલા ફોનથી માંડીને એ આખરી રાતનું CCTV ફુટેજ તે દીકરાના હાથમાં સોંપી દીધું.

દીકરાએ તેને જોયું અને તેના હૃદયના ઊંડાણમાં પડેલો એ ભાવ જાગ્રત થયો હોય એમ તે ચોંધાર આંસુએ રડી પડયો. તેણે તેના મા-બાપનું ક્રિયાકર્મ કરીને તે તેના ઘેર સુનમુન બનીને બેઠો હતો એવામાં તેની પત્નીએ તેના હાથમાં એક કવર પકડાવ્યું.

તેણે ખોલીને જોયું તો તે તેના મા-બાપની ચિઠ્ઠી હતી, તેણે વાંચવાનું શરૂ કર્યું.

અમારા વહાલા દીકરા,

*અમે આજે આ જગતમાંથી કાયમી વિદાય લઈ રહ્યા છીએ, પરંતુ બેટા, અમારી એક આખરી ઈચ્છા છે કે, તું તારા નાનકડા દીકરાને એટલું તો શીખવાડી જ દે જે કે તેના જીવનમાં તારું સ્થાન કયાં છે? નહિતર એ પોતાને આધુનિક ગણાવવાના નાદમાં ક્યાંક તારું સ્થાન કોઈ અન્યને આપી દેશે તો દીકરા તુ સહન નહીં કરી શકે.*

એ કાગળને વાંચતાં-વાંચતાં જ માલિકની આંખો ભરાઈ આવી એ રાત્રે તેઓ પોતાનાં નાનકડા દીકરાની બાજુમાં બેઠાં અને પૂછયું. બેટા, તું મોટો થઈને શું કરવા માંગે છે? દીકરાએ સાવ સહજતાથી જવાબ આપ્યો. પપ્પા જો-જો હું મોટો થઈને તમારાથીયે મોંઘો Doggyખરીદીશ અને તમને સૌથી મોંઘા અને પ્રતિષ્ઠિત વૃદ્ધાશ્રમમાં મોકલીશ તમે ચિંતા ન કરતા.

– અશોક માલોત્રાવાળા