લો... ઈંતજાર પ્રેમનો પૂરો થયો - Sandesh

લો… ઈંતજાર પ્રેમનો પૂરો થયો

 | 12:04 am IST

વાર્તા  :-  અમૃત વડિયા

નચિકેતે સિગ્નલ આગળ કાર ઊભી રાખી આમ તેમ જોઈ રહ્યો હતો ત્યાં જ એની નજર એક યુવતી પર પડી એવો જ એ ચોંકી ગયો. એ તાપસી જ હતી. એના માટે એ કોણ છે તે જાણવા-ચકાસવાની જરૂર ના હતી. પણ તાપસી અહીં કયાંથી? એ કઈ બાજુ જાય છે? એ વધુ વિચારે એ પહેલાં જ સિગ્નલ ચાલુ થતા એણે કારને સામેની સાઈડના રોડ પર લીધી અને ચાલતી જતી તાપસી નજીક ઊભી રાખી વિન્ડો ખોલી બોલ્યો.. ઓહ.. તાપસી…! તાપસીએ અચાનક બાજુમાં ઊભી રહેલી કારમાંથી તેને બોલાવનાર તરફ જોઈ બોલી, ઓહ.. નચિકેત તું ?… આ બાજુ?

હા.. પણ તું પહેલા ઝડપથી કારમાં બેસી જા… ટ્રાફિક બહુ છે..! નચિકેત બાજુની સીટનો વિન્ડો ખોલતાં કહ્યું. તાપસી સીટ પર બેસતાં જ કાર ચાલુ કરતાં નચિકેત બોલ્યો… અરે… તાપસી, તું અહીં કયાંથી? તું ક્યાં જાય છે? તને જોઈને ખરેખર મને ખૂબ આનંદ થયો છે.

આનંદ તો મને થયો છે. પરંતુ પછી નિરાંતે વાત..! અત્યારે મારે એક કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે જવાનું છે.. સામેથી જ ટેક્સી કરવાની હતી. ત્યાં તું આવી ગયો..! તેં ફ્રેન્ડશિપ તો એવી રાખી કે મોબાઈલનો નંબર પણ નથી… એટલે મને નંબર કહે અને હવે તું જ મને એવરગ્રીન કંપની પાસે મૂકી જા..!

ઓહ.. વેરી નાઈસ.. લે નંબર બોલું છું તેની પર મિસ કોલ કર.. કહી એણે કારની ઝડપ વધારી અને પચારિક વાતચીત કરતાં કરતાં એવરગ્રીન કંપની આવતા બહાર રોડ પર તાપસીને ઉતારીને બેસ્ટ ઓફ લક કહ્યું અને કંઈ જરૂર પડે તો ફોન કરવા જણાવ્યું.

બાય.. બાય.. કરી તાપસી ઘડિયાળમાં જોતી જોતી ઝડપથી કંપનીમાં પ્રવેશી સિક્યુરિટી પાસ કરી રિસેપ્શન આગળ ગઈ તેને ઈન્ટરવ્યૂવાળો રૂમ દર્શાવાયો.. અને ત્યાં જઈ એ અન્યો સાથે બેઠી એવો જ એક કર્મચારી આવ્યો અને તાપસી મેમ કોણ છે? એમ પૂછતાં એ આૃર્યમાં પડી, ઊભી થઈ બોલી હા.. હું છું…

મેમ તમારો ટર્ન પહેલો છે. આવો.. કહી એ તેને અંદરની ચેમ્બરમાં લઈ ગયો ત્યાં હાજર ઈન્ટરવ્યૂ લેનારી પેનલ પૈકી એકે ઊભા થઈ કહ્યું મેમ પ્લીઝ કમ વીથ મી.. કહી એ તેને ત્યાંથી બીજ ફ્લોર પર એક ચેમ્બરમાં લઈ જઈ બોલ્યો, મેમ… આ અમારા બોસની ચેમ્બર છે, એણે તમને અહીં બોલાવ્યા છે. તમે અંદર જઈ શકો છો. થેંક્સ કહી એ પરત જતો રહ્યો.

ઓહ… બોસ જ ઈન્ટરવ્યૂ લેવાના છે તો ત્યાં શા માટે બેસાડયા હશે? પણ મારો ટર્ન પહેલો કઈ રીતે હશે એમ મનમાં વિચારતી જ એ થોડી ટેન્શન સાથે ચેમ્બરમાં પ્રવેશી એવી જ આૃર્યચકિત થઈ ગઈ ! એ કંઈ બોલે તે પહેલા જ નચિકેતે ઊભા થઈ એને આવકારતાં કહ્યું… તાપસી… વેલકમ… ઈટ્સ માય પ્લેઝર કે મને તારા જેવી સેક્રેટરી મળશે!

તેની સામેની ચેરમાં બેસતા તાપસીએ આૃર્ય વ્યક્ત કરતાં કહ્યું, શું વાત છે? તું રસ્તામાં બોલ્યો પણ નહીં? તું અહીંનો મેનેજર છે? શું વાત છે? કોન્ગ્રેટ્સ..!

તાપસી તેને સરપ્રાઈઝ આપવા જ કંઈ ના બોલ્યો… બોલ… મજા આવી ગઈ ને? બાય ધ વે આ કંપની જ મારી છે..!

હેં ? સોરી.. કહી તાપસી ઊભી થઈ જતાં નચિકેત બોલ્યો નો… નો… હવે તો જરાક ફ્રેન્ડશિપ જેવું રાખ.. આ તારી જ કંપની છે એમ માની લે… આફટર ઓલ હું તારો ફ્રેન્ડ છું… બરોબર ને?

હા.. અને એ ય અધર ફ્રેન્ડ્સ જેવો …કહી તાપસી ખડખડાટ હસી પડી.

હસ… હસ… હજી વધુ હસ… પણ હું આજે ય તને મારી ફ્રેન્ડ જ માનું છું, નચિકેત બોલ્યો.

નચિકેત.. એક્સ્ટ્રીમલી સોરી, હું તારી ફ્રેન્ડશિપને આટલી સિરિયસ માની શકી ના હતી. અને તેં ય ક્યાં કશો ફોડ પાડયો હતો ? કહેતાં એ વિચારોમાં ખોવાઈ ગઈ. કોલેજના દિવસો હતા. તેનું અને નચિકેતનું એક જ ફ્રેન્ડસર્કલ હતું. બધા ઘણીવાર સાથે કેન્ટીનમાં, લાઇબ્રેરીમાં કે ટ્રીપમાં જતાં. નચિકેત ખૂબ જ શરમાળ હતો. એ બહુ ઓછુ બોલતો અને સ્મિત કર્યા કરતો. એણે એક દિવસ એને અચાનક કહ્યું હતું… તાપસી આર યુ માય ફ્રેન્ડ? જવાબમાં તાપસીએ ખડખડાટ હસતાં કહ્યું હતું કે અફકોર્સ.. ઓલ આર માય ફ્રેન્ડ્સ… આપણે બધા ફ્રેન્ડ જ છીએ… તું પણ અને હું પણ..! એ કંઈ કહેવાની વાત છે? પરંતુ એ પછી નચિકેત ભાગ્યે જ બોલતો કે સ્મિત કરતો અને પછી સ્ટડી પૂરો થતાં ફ્રેન્ડ્સ સર્કલનો માળો વિખેરાઈ ગયો. ત્યારબાદ આજે એ નચિકેતને મળી રહી હતી. નચિકેત આટલો મોટો માણસ બની ગયો છતાં હજી તેને ફ્રેન્ડ તરીકે માને છે એ જાણી એ ખૂબ ખુશ થઈ ગઈ ! એને આ રીતે વિચારોમાં ડૂબેલી જોઈ નચિકેત બોલ્યો ઓ તાપસી.. ક્યાં ખોવાઈ ગઈ ? આમ ચૂપ જ રહીશ કે કંઈ બોલીશ?

બસ આમ જ આપણા કોલેજના એ દિવસો યાદ આવી ગયા..! બાય ધ વે … તું આવડી મોટી કંપનીનો માલિક છે એ જાણી આનંદ થયો…

થેંક્સ.. આ કંપની મેં જ ઊભી કરી છે.. હવે તું મારી સાથે આવશે એટલે આપણે એને વધુ ડેવલોપ કરીશું? હા.. પણ એ તો કહે તું રહે છે ક્યાં ? તારા મિસ્ટર શું કરે છે ?

હું અહીં તું મને મળ્યો ત્યાંથી થોડે દૂર જ રહું છું. હમણાં જ આ વિસ્તારમાં રહેવા આવ્યા છીએ..! પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા પછી ભાઈ જુદો થઈ ગયો અને હું અને મમ્મી એકલા જ હોવાથી મોટા ઘરની જરૂર હતી એટલે એ ફ્લેટ કાઢીને આ બાજુ વન રૂમ વન કિચનનો ફ્લેટ લીધો છે. આ બાજુ આવ્યા એટલે જૂની જગ્યાએ સર્વિસ શોધતી હતી. ત્યાં તમારી કંપનીની એડ આવી એટલે નસીબ અજમાવ્યા અને તું મળી ગયો..! પણ તું મને સર્વિસ પર રાખીશ તો ખરો ને? તાપસીએ ચિંતિત સ્વરે કહ્યું.

તને મારા પર ભરોસો નથી કે? તારી દૃષ્ટિએ આખરે હું તારો અન્યો જેવો પણ ફ્રેન્ડ તો છું જ? પરંતુ મારી દૃષ્ટિએ તો તું એક માત્ર જ મારી ફ્રેન્ડ હતી અને છે..!

ઓહ.. રિયલી ? તાપસીએ હાશકારો અનુભવતાં કહ્યું.

હા.. તાપસી, મેં તને પહેલાં જ કહી દીધું છે કે મને તારા જેવી સેક્રેટરી મળશે. તું ઈચ્છશે તો તને જ ‘બોસ’ બનાવી દઈશ.. બસ..!

થેંક્સ… થેંક્સ… નચિકેત હું જલ્દીથી ઘરે જઈને મમ્મીને કરી દઉં કે મને સરસ નોકરી મળી ગઈ એટલે એને નિરાંત થશે. પછી તું કહે ત્યારથી હું આવીશ. ઓ કે… કહી ઊભી થતાં બોલી પછી મને તારા મિસીસને મળાવજે.. જોઉં તો ખરી એ સદભાગી કોણ છે?

એને દરવાજા સુધી મૂકવા ઊભા થતા નચિકેત બોલ્યો… તાપસી કોઈ તારા જેવી છોકરી હોય તો કહેજે.. તું કહીશ એની સાથે પરણી જઈશ બસ..!

નચિકેતના એ શબ્દો સાંભળતાં જ તાપસીના પગ થંભી ગયા… અને એના મોંમાંથી શબ્દો સરી પડયા હેં? ખરેખર?

હા. તાપસી.. ખરેખર..!

તાપસી એની નજીક આવી અને ભેટી પડતાં બોલી.. નચિકેત.. જોઈ લે હું તારા માટે છોકરી શોધી લાવી.. બસ!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન