દ.ગુજરાત: વાવાઝોડાની ચેતવણી વચ્ચે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતા - Sandesh
  • Home
  • Baroda
  • દ.ગુજરાત: વાવાઝોડાની ચેતવણી વચ્ચે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતા

દ.ગુજરાત: વાવાઝોડાની ચેતવણી વચ્ચે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતા

 | 8:45 am IST

 

અરબી સમુદ્રમાં સર્જાયેલ લોપ્રેસર ડીપ્રેશનમાં પરિર્વિતત થતા લુબાન વાવાઝોડાના ખતરાને લઈ ભરૃચ જિલ્લાના દરિયા કાંઠાને સાબદા કરી દહેજ બંદરે રવિવારે સાંજથી 3 નંબરનું સિગ્નલ લગાડાયુ હતુ. સોમવારે બપોર બાદ બે નંબર અને પોર્ટ વોર્નિંગ માટે 4 નંબરનુ સિગ્નલ લગાડી દેવાયુ છે. માછીમારોને દરિયો નહી ખેડવાના આદેશ સાથે જિલ્લાનું વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યુ છે.

આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લુબાન નામના વાવાઝોડાની અસરને લઈ રાજય ભરના દરિયા કાંઠે અને બંદરોને સાબદા કરવામાં આવ્યા છે. દહેજ બંદરે પરિપત્રના પગલે રવિવારે રાત્રે 7.49 કલાકથી 3 નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ હતુ.

સમુદ્રમાં ઉભી થયેલી વાવાઝોડા અને વરસાદની સંભાવનાને ધ્યાને લઈ ભરૃચ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાબદુ થઈ ગયુ છે. ભરૂચ, જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકામાંથી દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવાનો આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે કાંઠા વિસ્તારો તેમજ વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોના લોકોને સાવધ રહેવા માટે પણ વહીવટી તંત્ર તરફથી સુચના અપાઈ છે.

દરમિયાન સોમવારે 3 નંબરનુ સિગ્નલ હટાવી બે નંબર અને પોર્ટ વોર્નિંગ માટે 4 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જેમાં બે નંબરનું સિગ્નલ સુચિત કરે છે કે બંદર ઉપરથી વાવાઝોડુ પસાર થશે જેના કારણે તોફાની પવનોનો સામનો કરવો પડી શકે છે. પોર્ટ વોર્નિંગનું 4 નંબરના સિગ્નલ મુજબ પોર્ટને જમણી બાજુએથી તીવ્ર મહાભય છે દરિયામાં વાવાઝોડુ પોર્ટની જમણી બાજુએથી પસાર થવાની તીવ્ર પવનોનો સામનો કરવો પડી શકે છે. જેથઈ કોઈ અનહોની ન થાય તે માટે તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના માછીમારોને દરિયામાં નહી જવા આદેશ અપાયો છે.

;