Low pressure created in Arabian Sea, predicted rain breaks Navratri
  • Home
  • Featured
  • અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું, નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડે તેવી આગાહી

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું, નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડે તેવી આગાહી

 | 7:02 pm IST

ઉત્તર ગુજરાતમાં ખેલૈયા નવરાત્રિની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાતાં ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. આગામી તા.29-30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગામડાંથી માંડી શહેરી વિસ્તારોમાં નવરાત્રિનું જાકમજોળ આયોજન કરાતું હોય છે પરંતુ આ વર્ષે વરસાદનું વિધ્ન નડવાની સંભાવના વધુ છે.

આ વર્ષે વરસાદ ધણા લાંબા સમય સુધી ટકી રહ્યો છે તે જોતાં નવરાત્રિમાં વરસાદ ભંગ પાડી શકે છે. અરબી સમુદ્રમાં વરસાદી સીસ્ટમ સક્રીય થતાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લે.. છેલ્લે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં હાલ પણ વરસાદી માહોલ યથાવત છે. જેથી નવરાત્રિમાં વરસાદ ભંગ પાડે તેવી દહેશત ગરબા આયોજકોને સતાવી રહી છે. જેમાં બીજા અને ત્રીજા નોંરતામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે જેની સીધી અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. દરિયાળ પટ્ટી ઉપર સર્જાયેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરીવર્તિત થતાં ઉત્તર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યા પછી આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના છે. નવરાત્રિના દિવસને આડે ગણતરીના દિવસ બાકી રહેતાં ગરબા આયોજકો દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પરંતુ વરસાદના વિધ્નએ આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં પડેલા વરસાદની કેટલીક તસ્વીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન