LPG અને દૂધના ભાવમાં બમણો વધારો, અહીં 1 લીટર દૂધ 1195 રૂપિયામાં
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • LPGના ભાવમાં બમણો વધારો, અહીં 1 લીટર દૂધ 1195 રૂપિયામાં

LPGના ભાવમાં બમણો વધારો, અહીં 1 લીટર દૂધ 1195 રૂપિયામાં

 | 12:53 pm IST
  • Share

  • મોંઘવારીનો માર માત્ર ભારતમાં જ નથી અહીં પણ છે
  • શ્રીલંકામાં એલપીજી અને દૂધની કિંમતમાં બમણો વધારો
  • LPG સિલિન્ડર 2,657 રૂપિયા અને 1 લીટર દૂધ 1195 રૂપિયામાં

મોંઘવારીનો માર માત્ર ભારતમાં જ નથી, પરંતુ તે અન્ય દેશોમાં પણ છે. ભારતમાં એલપીજીની કિંમત સતત વધી રહી છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં પણ પડોશી દેશોમાં પણ એલપીજીના ભાવમાં મોટો વધારો થયો છે. શ્રીલંકામાં એલપીજીની કિંમત બમણી થઈ ગઈ છે.

ખરેખર અહીં સરકારે તાજેતરમાં આવશ્યક ચીજવસ્તુઓની કિંમત મર્યાદા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે, ત્યારબાદ એલપીજીના છૂટક ભાવમાં લગભગ 90 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સરખામણીમાં, 14.2 કિલો ઘરેલું એલપીજી સિલિન્ડર ભારતમાં હજુ 1000 રૂપિયાથી ઓછો છે.

શ્રીલંકામાં ગયા શુક્રવારે સ્ટાન્ડર્ડ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર (12.5 કિલો) ની કિંમત 1,400 રૂપિયા હતી. પરંતુ, હવે તે 1,257 રૂપિયા વધીને 2,657 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય એક લીટર દૂધ હવે 250 રૂપિયાથી 1,195 રૂપિયા મોંઘુ થયું છે. એ જ રીતે ઘઉંનો લોટ, ખાંડ અને સિમેન્ટ જેવી અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં બમ્પર વધારો થયો છે.

એલપીજીની કિંમતોમાં થયેલા રેકોર્ડ વધારાથી અહીંના લોકોમાં સૌથી વધુ આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ ભાવ પાછા ખેંચવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કેબિનેટે દૂધ પાવડર, ઘઉંનો લોટ, ખાંડ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ માટે ભાવ નિયંત્રણ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળનું કારણ એવી આશા હતી કે તેનાથી પુરવઠો વધશે. કિંમતો 37 ટકા વધી શકે છે, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે ડીલરો બિનજરૂરી નફો ન કરે.

શ્રીલંકાની સરકારે ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બાદ દૂધ પાવડર, ગેસ, ઘઉંના લોટ અને સિમેન્ટની કિંમત મર્યાદા ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી, ભાવમાં સતત વધારો થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો