ગેસ સિલિન્ડરમાં બેદરકારીને કારણે અચાનક થયો વિસ્ફોટ - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગેસ સિલિન્ડરમાં બેદરકારીને કારણે અચાનક થયો વિસ્ફોટ

ગેસ સિલિન્ડરમાં બેદરકારીને કારણે અચાનક થયો વિસ્ફોટ

 | 7:16 pm IST

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થાય છે. ગેસ સિલિન્ડરને રસ્તાના બાજુમાં મુકવામાં આવે છે, ત્યાં આગની જ્વાળાઓ નીકળવા લાગે છે. અને થોડીક જ ક્ષણોમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થાય છે.

વાસ્તવમાં, આ વીડિયો કર્ણાટકના શિમોગા જિલ્લાના ભદ્રાવતી વિસ્તારનો છે, જ્યાં સિલિન્ડર વિસ્ફોટમાં એક મહિલાનું મૃત્યુ થયુ હતુ. અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડર લીગ થયુ હતુ અને તેને રસ્તા પર મુકી દેવામાં આવ્યો હતો. થોડા સમય પછી ગેસ સિલિન્ડરમાંથી આગ ફાટી નીકળી હતી અને વિસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે બેદરકારીને કારણે એક મોટો અકસ્માત થયો હતો.