LPG Gas Cylinder price increased from today, know the new price
  • Home
  • Business
  • કોરોના મહામારીમાં પ્રજા પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલ બાદ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

કોરોના મહામારીમાં પ્રજા પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલ બાદ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

 | 8:54 am IST

એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ મોંઘવારીના મારે લોકોના હાલ બેહાલ કર્યા છે. ત્યારે હવે આમ લોકો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાના પહેલા જ દિવસે પ્રજાને મોટો ઝટકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(HPCL, BPCL, IOC) સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder) ની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એમ મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે.

રિપોર્ટ પ્રમાણે 14.2 કિલોગ્રામવાળા બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી છે. તેથી હવે નવી કિંમત 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. માહિતી મુજબ અન્ય શહેરોમાં પણ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ આજથી વધારવામાં આવ્યા છે. કોલકાતામાં 4.50 રૂપિયા, મુંબઈમાં 4 રૂપિયા અને ચેન્નઈમાં 4 રૂપિયા પ્રતિ સિલિન્ડ ભાવ વધારો થયો છે. જો કે, રાહતની વાતએ છે કે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે.

રિપોર્ટ મુજબ દિલ્હીમાં જૂન મહિના દરમિયાન 14.2 કિલોગ્રામ વાળા બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો. દિલ્હીમાં 14.2 કિગ્રા.વાળા બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવ 593થી વધીને હવે 594 રૂપિયા થયા છે. જ્યારે કોલકાતામાં 616 રૂપિયાથી વધીને 620.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર(14.2 કિગ્રા), મુંબઈમાં 590 રૂપિયાથી વધીને 594 રૂપિયા અને ચેન્નઈમાં 606.50 રૂપિયાથી વધીને 610.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર બોલાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ 19 કિગ્રા. વાળા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1139.50 રૂપિયાથી ઘટીને 1135 રૂપિયા સુધી આવી ગઈ છે. જ્યારે મુંબઈમાં કિંમત 1197.50 રૂપિયાથી ઘટીને 1193 રૂપિયા સુધી બોલાઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ: આરોગ્ય સેતુ એપ કામ કરતી બંધ થઈ ગઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન