LRD exam call letters to be issued soon in gujarat
  • Home
  • Gandhinagar
  • લોકરક્ષક દળની પરીક્ષાનાં ટૂંક સમયમાં ઇશ્યૂ થશે કોલ લેટર્સ, આ તારીખે યોજાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાનાં ટૂંક સમયમાં ઇશ્યૂ થશે કોલ લેટર્સ, આ તારીખે યોજાશે પરીક્ષા

 | 4:21 pm IST

હવે લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાશે. તેવી માહિતી ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે આપી છે. તેમજ ટૂંક સમયમાં ઉમેદવારોને કોલલેટર પણ ઈશ્યુ કરાશે.

LRDની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ને રવિવારે યોજાશે. તથા ઉમેદવારોને આવવા જવા STમાં મુસાફરી વિનામૂલ્યે કરવાની રહેશે. આ વખતે પરિક્ષા પારદર્શી ફૂલપ્રુફ અને કડક બંદોબસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાશે.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે 2 ડિસેમ્બર-2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

જેથી રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષા ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. 6 જાન્યુઆરી, 2019 રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન