મોરબીઃ LRD જવાને નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, ૧૧મીએ થવાના હતા લગ્ન - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મોરબીઃ LRD જવાને નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, ૧૧મીએ થવાના હતા લગ્ન

મોરબીઃ LRD જવાને નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, ૧૧મીએ થવાના હતા લગ્ન

 | 7:33 pm IST

મોરબી જીલ્લાના ચરાડવા ગામે રહેતા અને અમદાવાદ એલ.આર.ડી.માં ફરજ બજાવતા યુવાને બુધવારે બપોરે મોરબીના ઝુલતા પુલ પરથી નીચે નદીમાં ઝંપલાવ્યા બાદ ર૧ કલાકના અંતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ બનાવની કરૃણતા એ છે કે, મૃતક યુવાનના ૧૧ માર્ચે લગ્ન થવાના હતા. ત્યારે જિંદગીથી કંટાળીને તેને આપઘાત કરી લીધાની સુસાઈટનોટ મળી આવતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ઝુલતા પુલ પરથી બુધવારની બપોરના ૩ વાગ્યાની આસપાસ એક યુવાને નીચે વહેતી મચ્છુ નદીમાં છલાંગ લગાવી દીધી હતી. અને મચ્છુ નદીના વહેતા વહેણમાં તે ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા મોરબીથી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયુ હતુ. પરંતુ યુવાન ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હોવાથી ખાસ્સી મહેનત કરવા છતા સફળતા મળી ન હતી. બાદમાં રાજકોટ ફાયર વિભાગની મદદ લેવાય હતી.

મોરબી તથા રાજકોટના ફાયર વિભાગની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓએ મચ્છુ નદીમાં રાતભર શોધખોળ કર્યા બાદ આજ સવારથી શોધખોળ કરતા બપોરે ૧ર વાગ્યે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક યુવાન હળવદના ચરાડવા ગામે રહેતો હતો. અને અમદાવાદમાં એલ.આર.ડી.માં જવાન તરીકે ફરજ બજાવતો ભરતસિંહ કાનજી ગોહિલ(ઉ.વ.ર૬) હોવાની ઓળખ મળી હતી. તેના ૧૧ માર્ચે લગ્ન થવાના હતા. અને લગ્ન માટે તે અમદાવાદથી પોતાના વતને આવ્યો હતો. બાદમાં ગઈકાલે ઝુલતાપુલ પર આવી કપડા કાઢીને નદીમાં ઝંપલાવી દીધુ હતુ. ત્યાથી મળેલી સુસાઈટનોટમાં જીવનથી કંટાળીને આપઘાત કરતો હોવાનું જણાવ્યુ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.