LRD paper Leak Case: Police By Mistake Other Yashpal Singh Solanki Arrested
  • Home
  • Baroda
  • LRD પેપર લીકઃ પોલીસે ખોટા યશપાલસિંહ સોલંકીને ઉઠાવી લીધો’તો! આ રીતે ફૂટ્યો ભાંડો

LRD પેપર લીકઃ પોલીસે ખોટા યશપાલસિંહ સોલંકીને ઉઠાવી લીધો’તો! આ રીતે ફૂટ્યો ભાંડો

 | 9:17 am IST

લોકરક્ષક દળ પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર યશપાલ સિંહ સોલંકીની ગુરૂવારના રોજ ધરપકડ કરાઇ છે. યશપાલ સિંહને મહીસાગરના વીરપુર ખાતે ઉંઘતો ઝડપી લેવાયો હતો. પરંતુ આ કેસમાં પોલીસે ભોપાળું કર્યું હોવાનું સામે આવ્યું છે. ચર્ચા એવી છે કે યશપાલને ગઇકાલે પકડયો તે પહેલાં પોલીસે બીજા એક યશપાલસિંહ સોલંકીને ઝડપી પાડ્યો હતો. કારણ કે એક સરખા નામ હોવાને લીધે પોલીસથી આવી ભૂલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જેને પકડ્યો હતો તેનું નામ યશપાલસિંહ નરેન્દ્રસિંહ સોલંકી હતું. જ્યારે પેપર લીકમાં જેનું નામ લેવાયું છે તેનું નામ યશપાલસિંહ જસવંતસિંહ સોલંકી છે! એટલે કે નામ અને અટક સરખી હોવાથી પોલીસ અટવાય ગઇ હતી.

પેપર લીક થતાં જ પોલીસ યશપાલને પકડી લાવી હતી!
મળતી માહિતી પ્રમાણે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થયા બાદ પોલીસે યશપાલને ઉઠાવી લીધો હતો. પરંતુ આ યશપાલ પોલીસ જેને શોધી રહી હતી એ ન્હોતો પરંતુ યશપાલસિંહ નરેન્દ્રસિંહ સોલંકી હતો. બાદમાં ખબર પડી હતી કે મહીસાગરના લુણાવાડાના છાપરીના મુવાડા ગામ ખાતે એક નહીં પરંતુ બે યશપાલસિંહ રહે છે. બંનેને અટક સરખી હોવાથી પોલીસને પોતાની ભૂલ સમજાઈ હતી અને યશપાલને છોડી મૂક્યો હતો અને સાચા યશપાલની શોધખોળ આદરી હતી.

BJP નેતાના કહેવાથી તેને અંડરગ્રાઉન્ડ કરાયો હતો
એવી વાત ચર્ચામાં આવે છે કે, પરીક્ષા આપ્યા પછી તે ભુગર્ભમાં રહ્યો તે દરમિયાન ભાજપના એક નેતાના કહેવાથી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે આવેલા એક ગોડાઉનમાં યશપાલને છૂપાવી રાખવામાં આવ્યો હતો. આ ગોડાઉન વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીનુ હોવાની વાત વહેતી થઈ હતી. જેથી આજે આખો દિવસ આ મુદ્દો કોર્પાેરેશનમાં ચર્ચાએ રહ્યો હતો. ભૂતકાળમાં બોગસ ડીગ્રીકાંડ સાથે સંકળાયેલા રાજકીય નેતાઓના પેપર લીકકાંડ સાથે કોઈ છેડા છે કે કેમ ? પેપર લીકકાંડમાં સંડોવાયેલા કર્મચારી સાથે કોર્પાેરેશનના કયા ઉચ્ચ અધિકારીના સંબંધ છે ? તેમજ ભાજપના આ નેતા કોમ ? આ સવાલો આજે આખો દિવસ રાજકીય મોરચે અને કોર્પાેરેશનમાં ચર્ચામાં હતા.