LRD Recruitment: Now resume incomplete training for women candidates
  • Home
  • Corona live
  • LRD ભરતી: મહિલા ઉમેદવારો માટે હવે અધૂરી ટ્રેનિંગ ફરીથી શરૂ, 2,424ને હાજર થવા આદેશો છૂટ્યા

LRD ભરતી: મહિલા ઉમેદવારો માટે હવે અધૂરી ટ્રેનિંગ ફરીથી શરૂ, 2,424ને હાજર થવા આદેશો છૂટ્યા

 | 7:52 am IST

વિવાદાસ્પદ LRD ભરતીમાં મહિલા અનામતનો મુદ્દો ઉકલ્યા પછી નવી યાદી મુજબ મહિલાઓને જિલ્લા ફાળવણી શરૂ કરી દેવાઈ છે. એટલુ જ નહી, આ વિવાદ અને બાદમાં કોવિડ-૧૯ને કારણે સ્થગિત કરવામાં આવેલી પાયાની ટ્રેનિંગ ફરીથી શરૂ કરવા અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આદેશ કર્યો છે.

વર્ષના આરંભે ૧૫ જાન્યુઆરીથી કરાઈ અને જૂનાગઢ સ્થિત પોલીસ તાલિમ મહાવિદ્યાલયોમાં ૧૯૫૨ પુરૂષ અને ૪૭૨ મહિલા એમ કુલમળીને ૨૪૨૪ લોકરક્ષકોને પાયાની તાલિમ શરૂ કરવામાં આવી હતી. જો કે, પાછળથી કોરોના મહામારીને કારણે લોકડાઉન અમલમાં આવતા ટ્રેઈનિંગ હેઠળના લોકરક્ષકોને ઘરે મોકલી પોતાના વતનના જિલ્લામાં નજીકના પોલીસ સ્ટેશનોમાં ફરજ ઉપર ઉતારવામાં આવ્યા હતા.

હવે આ પ્રકારના અધુરી ટ્રેનિંગવાળા તાલીમી લોકરક્ષકોને કોવિડ-૧૯ના બંદોબસ્તમાંથી મુક્ત કરવા સંબંધિત જિલ્લાના પોલીસ તંત્રને કહેવામાં આવ્યુ છે. એડિશનલ ડ્ઢય્ઁ (ટ્રેઈનિંગ) દ્વારા કરવામાં આવેલા આદેશમાં આવા તમામ લોકરક્ષકોને ૩૧મી મે સુધી હોમ ક્વોરન્ટાઈમાં રહેવા અને ત્યારપછી ૧લી જુનના રોજ ટ્રેઈનિંગ માટે હાજર થવા કહેવાયુ છે. તે પહેલા સૌની મેડિકલ સ્ક્રિનિંગ પણ થશે. જેમાં કોઈ પોઝિટીવ મળ્યુ તો તેમને સીધા જ સારવાર હેઠળ મોકલાશે.

રહી ગયેલા પુરુષ ઉમેદવારોની ટ્વિટર પર વોર, PMને ફરિયાદ

૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને કારણે સર્જાયેલી ગુંચને ઉકેલવા સરકારે તમામ વર્ગને રાજી કરવાનો રસ્તો શોધવા મહિલાનું કટ ઓફ મેરિટ જ ઘટાડી કાઢયુ છે. આથી હવે રહી ગયેલા પુરૂષ ઉમેદવારો પણ પોતાનું મેરિટ નીચે ઉતારી પુરૂષ સંવર્ગની જગ્યાઓ વધરવાની માંગણી કરી રહ્યા છે. તેમણે ગુરૂવારે ટ્વિટર ઉપર શરૂ કરેલો ટ્રેન્ડ ટોપ ઉપર રહ્યો હતો. આવા ઉમેદવારોએ PMOને ૩૦૦૦થી વધુ ફરિયાદો પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન