LRD પરિક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, વેબસાઈટ થઇ હેંગ - Sandesh
  • Home
  • Ahmedabad
  • LRD પરિક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, વેબસાઈટ થઇ હેંગ

LRD પરિક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, વેબસાઈટ થઇ હેંગ

 | 9:11 pm IST

ભારે વિવાદો વચ્ચે ગત 6 જાન્યુઆરીના રોજ રાજ્યના 8.76 લાખ ઉમેદવારોની લેવાયેલી લોકરક્ષદળની પરીક્ષાનું આજે મંગળવારના રોજ મોડી સાંજે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. મોડી સાંજે ફાઇનલ આન્સર કી જાહેર થતાં લાખો વિદ્યાર્થીઓ એક સાથે પરિણામ જોવાની હોડ લગાવતાં વેબસાઈટ પણ હેંગ થવા લાગી હતી.

લેખીત પરીક્ષાના પરિણામ બાદ હવે ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં પ્રેક્ટિકલ (દોડ) પરીક્ષા શરૂ કરી દેવામાં આવશે તેવુ ભરતી બોર્ડના અધ્યક્ષે જણાવ્યુ હતુ. ભરતી બોર્ડ દ્રારા ગુણ ચકાસણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. પરીક્ષા દરમ્યાન CCTVના રેકોર્ડીંગની ચકાસણી ચાલુ છે. ચકાસણીમાં ગેરરીતી માલુમ પડશે ઉમેદવારી રદ કરાશે.

ગત 2 ડીસેમ્બરે પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં આ પરીક્ષા 6 જાન્યુઆરીના રોજ રાજ્યના કુલ 29 શહેરોના 9,713 કેન્દ્રોમાં લેવામાં આવી હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, પરિણામ જાહેર થતાની સાથે કેટલાક અસામાજીક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી વેબસાઈટો ફરતી કરતાં ઉમેદવારો મુંઝવણમાં મૂકાયા હતા. ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યુ હતુ કે, પરિણામ જાહેર થયુ છે ઉમેદવારો તેમના માર્ક જોઈ શકે છે, સાંજના 8:30 કલાક સુધી 20 હજારથી વધુ ઉમેદવારોએ પોતાના પરિણામ જોઈ શક્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.