LSના દલિત અત્યાચાર હોબાળા વખતે રાહુલ ગાંધી ઝડપાયા ઘસઘસાટ ઉંઘતા, Video જોવા કરો ક્લિક - Sandesh
  • Home
  • India
  • LSના દલિત અત્યાચાર હોબાળા વખતે રાહુલ ગાંધી ઝડપાયા ઘસઘસાટ ઉંઘતા, Video જોવા કરો ક્લિક

LSના દલિત અત્યાચાર હોબાળા વખતે રાહુલ ગાંધી ઝડપાયા ઘસઘસાટ ઉંઘતા, Video જોવા કરો ક્લિક

 | 2:51 pm IST

સંસદના બંને ગૃહોમાં આજે ગુજરાતના ઉનામાં બનેલ દલિત અત્યાચારની ઘટનાના પગલે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો દ્વારા સરકારને આડે  હાથે લેવામાં આવી હતી. ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે લોકસભામાં આટલો બધો હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નિરાંતની નિંદર ખેંચતા કેમેરામાં ઝડપાઈ ગયા. તેમની આ હરકત મિડિયામાં અને સોશિયલ મિડિયામાં ચર્ચાનો મુદ્દો બની હતી.
આજે લોકસભામાં વિપક્ષોના હોબાળા વચ્ચે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સરકાર તરફથી જણાવ્યું હતું કે, ‘આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટનાના પગલે દુઃખી થયા છે. આ ઘટનાની જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે. આ અત્યાચારની ઘટનામાં સંડોવાયેલ 9 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.’

ગૃહમંત્રીએ માહિતી આપી છે કે આ મામલામાં રાજ્ય સરકારે સીઆઇડી (ક્રાઇમ)ને તપાસ સોંપી છે. સ્પેશિયલ કોર્ટ સ્થાપવામાં આવી છે. આ મામલાની તપાસમાં રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે. દલિતો પર અત્યાચાર સામાજિક બુરાઈ છે. કેટલાક લોકોએ યુવકો સાથે મારપીટ કરી હતી જેમને વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યસભામાં પણ કોંગ્રેસ, બસપા, ટીએમસી સહિતના વિરોધ પક્ષોએ સદનની કાર્યવાહીની શરૂઆત થતા જ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે પ્રથમ 10 મિનિટ માટે સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. જોકે ફરી સદનની કાર્યવાહી શરૂ થતા વિપક્ષી સભ્યો દ્વારા વેલમાં ધસી આવી નારેબાજી શરૂ કરાતા સદનની કાર્યવાહી 2 સ્થગિત કરી દેવામાં આવી છે.