L&T ઈન્ફોનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ - Sandesh
  • Home
  • Business
  • L&T ઈન્ફોનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

L&T ઈન્ફોનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

 | 3:33 am IST

અમદાવાદ, તા.૨૧

લાર્સન જેવા મોટા ઘરની છોરું એલએન્ડટી ઈન્ફોટેકનું લિસ્ટિંગ  નિરાશા ઝનક રહ્યુ છે. શેરદીઠ રૂ.૭૧૦ની ઈશ્યુ પ્રાઈસ સામે ભાવ  બીએસઈ ખાતે ગઈકાલે રૂ.૬૬૬ ખૂલી ઉપરમાં ક્ષણવાર માટે રૂ.૭૧૦ થઈ  છેલ્લે રૂ.૬૯૮ નજીક બંધ હતો. એનએસઈ ખાતે પણ શેર રૂ.૬૬૭ ખૂલી  ઉપરમાં રૂ.૭૧૦ થઈ અંતે રૂ.૬૯૭.૬૦ બંધ હતો. બંને બજાર ખાતે કુલ  મળીને ૧૪૦ લાખ શેરથી વધુના કામકાજ થયાં હતા. ઈશ્યૂમાં રિટેલ  ઈન્વેસ્ટરર્સ માટે રૂ.૧૦નું ડિસ્કાઉન્ટ હતું. એ ધોરણે તેમની પડતર  રૂ.૭૦૦ બેસે છે. પરંતુ બંધ ભાવ તેનાથી ય નીચો છે.  રૂ.૧ર૪૩ કરોડનો આ આઈપીઓ લગભગ બાર ગણો છલકાયો હતો.  રિટેલ મોર્શન ૭.૪ ગણો ભરાયો હતો ૧૦ લાખથી વધુ અરજીઓ  આવી હતી જે છેલ્લા પાંચ વર્ષનો વિક્રમ છે. દેશની આ છઠ્ઠા  નંબરની મોટી આઈટી કંપનીના આવા નબળા લિસ્ટિંગથી ઘણા  રોકાણકારો હતાશ થઈ ગયા છે જો કે ગ્રે-માર્કેટમાં પહેલેથી જ  આવું કશુક થવાના સ્પષ્ટ અણસાર આવી ગયા હતા. પ્રીમિયમ  ઉપરમાં એક તબક્કે રૂ.૧૩૦ થયુ હતું. તે પાછળથી ગગડતું રહી  માઈનસ પાંચ રૂપિયા થયું અને છેલ્લે રૂ.પ-૭ બોલાતું હતું.  પેરન્ટ કંપની દ્વારા અન્ય સબસિડિયરી એલએન્ડટી ટેકનો ર્સિવસિસનો  આશરે રૂ.૭પ૦ કરોડ પ્લસનો આઈપીઓ ટુંકમાં લાવવાની જાહેરાત  આવી તેના લીધે ગ્રે-માર્કેટમાં માઈનસ વાળા પ્રીમિયમ થોડાક  પ્લસમાં આવી ગયાં હતાં. 

શેરનું લિસ્ટિંગ બંધ ભાવની રીતે પોણા બે ટકા ડિસ્કાઉન્ટમાં  થયું છે. રોકાણકારોએ હતાશ થવાના બદલે થોડિક રાહ જોવાની  જરૂર છે જાણકારો નજીકમાં વધ-ઘટે રૂ.૮૦૦નો ભાવ જુએ છે. 

સારા શેરનો ખરાબ સમય

ન્શ્ ઈન્ફોટેક ફન્ડામેન્ટલ્સ રીતે ખરેખર સારો શેર છે. દસેક ટકા ઈક્વિટીનું જ ડાઈવેસ્ટમેન્ટ થયું છે નિયમ મુજબ બીજા ૧પ ટકા શેર ત્રણ વર્ષમાં વેચવાના રહે છે. એટલે ફોલો ઓન ઈશ્યુ પાકો છે. એક અન્ય ગ્રૂપ કંપની એલએન્ડટી ટેકના ર્સિવસિસનો રૂ.૭પ૦ કરોડનો આઈપીઓ ટુંકમા આવશે. આ તમામ મુદ્દા ધ્યાનમાં લેવાય તો રોકાણકારોએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગથી હતાશ થવાની જરૂર નથી. જાણકારો ઝડપથી રૂ.૮૦૦ની આસપાસનું લેવલ ભાખે છે.

લાર્સન ગ્રૂપનું માર્કેટકેપ રૂ.૧૧,૮૪૯ કરોડ વધ્યું

એલએન્ડટી ઈન્ફોટેકના લિસ્ટિંગના પગલે લાર્સન ગ્રૂપના માર્કેટ કેપમાં ગઈકાલે રૂ.૧૧,૮૪૯ કરોડનો ઉમેરો થયો છે. કુલ માર્કેટ કેપ રૂ.૧.૭૦ લાખ કરોડને વટાવી ગયુ છે. જો કે લાર્સનનો શેર એક ટકો ઘટી રૂ.૧પપ૬ તથા એલએન્ડટી ફાઈનાન્સનો ભાવ દોઢ ટકાની નરમાઈમાં રૂ.૭પની અંદર બંધ હતો. ઈન્ફી અને વિપ્રોના નબળા દેખાવથી આઈટી શેરમાં તાજેતરમાં માનસ નબળુ પડયુ છે તેની અસર એલએન્ડટી ઈન્ફોટેકના લિસ્ટિંગ ઉપર પડી છે.