NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મસ્તકરેખાની જીવન પર અસર

મસ્તકરેખાની જીવન પર અસર

 | 3:53 am IST

ચંદ્રના પહાડ પર પહોંચતી મસ્તકરેખાવાળો મનુષ્ય ર્તાિકક હોઈ, કાલ્પનિક સૃષ્ટિમાં વિહાર કરવાવાળા હોય છે. તેઓ એક રીતે કલ્પનાના પ્રાણીઓ હોય છે, અને કલ્પનામાં જ તેમને આનંદ મળે છે. આ દુનિયાનું વ્યાવહારિક સુખ તેમને ઘણી વખત આકરું થઈ પડે છે અને તેથી તે કલ્પનાના સર્જનમાં મસ્ત બની કાલ્પનિક સૃષ્ટિના સુખમાં મગ્ન બને છે. મહાન કવિઓ, લેખકો, નવલકથાકારો અને પ્રબળ વક્તાઓના હાથમાં હંમેશાં મસ્તકરેખા ચંદ્રના પહાડ તરફ ઢળતી અથવા તો ચંદ્રના પહાડ ઉપર થઈને પસાર થતી હોય છે.

પણ હદથી વધારે તર્ક અને કેવળ કલ્પના મનુષ્યમાં એક જાતની ઘેલછા અને ગાંડપણ ઉત્પન્ન કરે છે. આવા મનુષ્યો હંમેશાં પોતાની ધૂન અને તાનમાં મસ્ત રહે છે. જો ચંદ્રના પહાડ પર શરૂ થઈ પસાર થતી મસ્તકરેખાના છેડા ઉપર તારાનું ચિન્હ હોય તો તેવી રેખાવાળા મનુષ્યો અસ્થિર મગજના બની જાય છે. જો ચોકડીનું ચિન્હ હોય તો તેમની માનસિક શક્તિ કામ કરતી બંધ પડે છે અને થોડા વખત માટે ગાંડા પણ બને છે. વળી જો ટાપુ કે ટપકાનું ચિન્હ હોય તો મગજ બહેર મારી જાય છે.

મસ્તકરેખા ઉપર તારા અને ચોકડીના ચિન્હ ઘણા ભયંકર છે. કેટલીક વખત તો તેને લીધે માનવીને દુઃખદાયી અકસ્માતો સહન કરવા પડે છે. કેટલીક વખતે મસ્તકરેખા તેના છેડે ચીપિયા આકારની થાય છે. આવી રેખાવાળા મનુષ્યોમાં વ્યવહારનું અને કલ્પનાનું, અને પરદુનિયાનું બંનેનું જ્ઞાાન હોય છે. તેઓ શ્રી અને સરસ્વતી બંનેના સ્વામી થઈ શકે છે. તેઓ ભારે મુત્સદ્દી અને રાજદ્વારી થઈ શકે છે. રાજ્યના એલચી તરીકે ભારે પ્રભુત્વ મેળવી શકે છે તેમજ રંગભૂમિના મહાન સૂત્રધાર અને વ્યસ્થાપક થઈ શકે છે.

વળી તે ધારે તો એક મહાન લેખક, કવિ અથવા નવલકથાકાર થઈ શકે છે. સાથે સાથે વ્યવહારિક બુદ્ધિથી વેપાર, ખેતી કે નોકરી કરીને સારું ધન પણ પ્રાપ્ત કરી શકે છે. આવા મનુષ્યોની ભાષા બેવડા અર્થવાળી હોય છે અને વખત આવ્યે તેમને જૂઠું બોલતાં વાર લાગતી નથી. મસ્તકરેખાના અંતમાં ચીપિયો એ સારા હાથમાં ઘણું સારું ચિન્હ ગણાય છે. જો ચીપિયાનું પાંખિયું મંગળના તરફ વધારે ઢળતું હોય તો તે મનુષ્ય ધન કમાવા તરફ વધારે લક્ષ રાખે છે અને જો પાંખિયા ચંદ્રના તરફ વધારે ઢળતું હોય તો તે મનુષ્ય કલ્પના, કાવ્ય અને લખાણ તરફ વધારે લક્ષ આપે છે.

કેટલીક વખત મસ્તકરેખાના અંતમાં ત્રણ પંખીઓ હોય છે. એક પાંખીયું બુધ તરફ જાય છે. એક મંગળ તરફ જાય છે અને એક ચંદ્ર તરફ જાય છે. ત્રણ પાંખીઓવાળી મસ્તકરેખા સારામાં સારી મસ્તકરેખા કહેવાય છે. આવી રેખાવાળો મનુષ્ય એક મહાન વેપારી, એક મહાન યોધ્ધો અને સાથે સાથે એક મહાન કવિ કે લેખક થઈ શકે છે અને થોડી મહેનતે તેને વિજય મળે છે. આવી રેખાવાળા મનુષ્યો વિજય મેળવવા માટે જ જન્મ્યા હોય છે.