luckiest day in 2020 for each zodiac sign spiritual astrology
  • Home
  • Astrology
  • તમારી રાશિથી જાણો 2020માં ક્યો દિવસ છે સૌથી વધારે લકી તમારા માટે

તમારી રાશિથી જાણો 2020માં ક્યો દિવસ છે સૌથી વધારે લકી તમારા માટે

 | 2:06 pm IST

2020ના વર્ષમાં દરેક દિવસ નવી આશાઓ ઉમંગ અને ઉલ્લાસ લઈને આવ્યો ચે ત્યારે આજે જાણીલો ક્યો દિવસ રહેશે તમારા માટે ખાસ.

આ પણ વાંચો: મકર સંક્રાત્તિ પર સૂર્ય મળ્યા બુધને બન્યો બુધાદિત્ય શુભ યોગ, આ રાશિઓ પર ખાસ પડશે પ્રભાવ

મેષ રાશિ
તમારી રાશિમાં પાંચમાં સ્થાનનો સ્વામી સૂર્ય છે સાતમાં સ્થાનનો સ્વામી શુક્ર છે. શુક્રને પ્રેમ અને વૈભવ કારક માનવામાં આવે છે. 2020માં મંગળ અને શુક્રનો મેળાપ ખુબજ અદ્ભુત સાબિત થશે. મેષ રાશિ માટે 1 ઓક્ટોબર લકી રહેશે.

વૃષભ રાશિ
જો તમે પ્યાર અને કિસ્મતનો સાથ મેળવવા માગો છો તો તમારા માટે 8 માર્ચ સૌથી લકી રહેશે. પૈસાનું મોટુ રોકાણ તમે આ દિવસે કરી શકશો. આ દિવસ તમારા જીવનમાં નવા સોપાનો ખોલશે.

મિથુન રાશિ
પ્રેમ અને કરિયરના મામલે મિથુન રાશિ માટે 7 ઓગસ્ટનો દિવસ લકી સાબીત થશે. આ દિવસે ચંદ્રમાં તમારી રાશિમાં ભાગ્ય સ્થાનમાં રહેશે. બહુ સમયથી જે કામ અટકી પડ્યુ છે તે આ દિવસે પાર પાડી શકશો.

કર્ક રાશિ
કર્ક રાશિ વાળાએ 2020માં 14 ડિસેમ્બર ખુબજ લકી રહેશે. કાર્યક્ષેત્રમાં નવા અવસર ખુલશે. અચાનક ધન લાભ થશે.

સિંહ રાશિ
તમારા માટે 6 સપ્ટેમ્બર ખુબજ લકી રહેશે. કેટલાયે સમયથી તમને જેની પ્રતિક્ષા હતી તે કાર્ય પૂર્ણ થશે.

કન્યા રાશિ
તમારા માટે 25 ઓગસ્ટ ખુબજ લકી દિવસ છે. રાશિ સ્વામી બુધ તમારી રાશિના ચોથા સ્થાનમાં ગુરૂ, કેતુ, સૂર્ય અને શનિ સાથે મળીને સફળતાના યોગ રચશે.

તુલા રાશિ
આમતો ફેબ્રુઆરીનો આખો મહિનો તુલા માટે શુભ રહેશે તેમાંય 7 ફેબ્રુઆરી તમારા માટે ખુબજ લકી રહેશે. પ્રેમ અને સંબંધના મામલે તમને સફળતા પ્રાપ્ત થશે. ધન ભાવમાં મંગળ હોવાથી ધન પ્રાપ્તિના યોગ રચાશે.

વૃશ્ચિક રાશિ
તમારા માટે 3 ઓક્ટોબર ખાસ રહેશે. આ દિવસે તમારા માટે ખુબજ સારા સમાચાર આવશે. આ દિવસે ચંદ્રમા પર મંગળની દૃષ્ટી પડતી હોવાથી તમારી રાશિમાં ચંદ્ર મંગળ યોગ બનશે. તમને તેનાથી ફાયદો થશે.

ધનુ રાશિ
ધનુ રાશિ માટે 15 ડિસેમ્બર લકી રહેશે. ધનના સ્થાનમાં શુક્ર હોવાથી આર્થિક પ્રગતિ થશે.

મકર રાશિ
નવા વર્ષે બૃહસ્પતિ મકર રાશિવાળા માટે ખુબજ સારી કિસ્મત અને ઉર્જા લઈને આવ્યો છે. આમતો ભાગ્યનો ગ્રહ બ્રહસ્પતિ આખુ વર્ષ તમને સાથ આપશે 20 ફેબ્રુઆરી 28 માર્ચના દિવસે ખાસ રહેશે. તમારી રાશિમાં શનિ, બૃહસ્પતિ, પ્લુટો, મંગળ અને ચંદ્રમાં એકસાથે રહેશે. આવુ થવાથી ભાવનાત્મક સ્થિરતા અને પૂર્ણતાનો અહેસાસ થશે. આ ગ્રહો મળવાથી ઉર્જા આવશે.

કુંભ રાશિ
તમારા માટે લકી દિવસ 31 માર્ચ છે. પંચગ્રહી યોગથી તમારા જીવનમા ખુશીઓ આવશે.

મીન રાશિ
તમારા માટે લકી દિવસ 5 ડિસેમ્બર છે. કર્મ સ્થાને બુધ, ગુરૂ, સૂર્ય, શનિ કેતુ એક સાથે બિરાજમાન થશે.

આ વીડિયો જુઓ: જાણો કેવી રીતે પાંડવોનો ભાતૃપ્રેમનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન