શિક્ષક દિને જ પોલીસે હજારો શિક્ષકોને દોડાવી દોડાવીને માર્યા, જુઓ videoમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શિક્ષક દિને જ પોલીસે હજારો શિક્ષકોને દોડાવી દોડાવીને માર્યા, જુઓ videoમાં

શિક્ષક દિને જ પોલીસે હજારો શિક્ષકોને દોડાવી દોડાવીને માર્યા, જુઓ videoમાં

 | 8:07 pm IST
  • Share

શિક્ષક દિવસના પ્રસંગે રાજધાની લખનઉમાં પ્રદર્શન કરી રહેલા અનેક શિક્ષકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. શિક્ષા પ્રેરક સંઘના સેંકડો શિક્ષકો ત્રણ વર્ષથી પગાર ન મળવાને કારણે નારાજ હતા. તમામ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા. જેના બાદ પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને ગુરુઓનું માન વધારવા માટે પોતાના જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની વાત કરી હતી. આજે દેશભરમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે, ત્યાં લખનઉમાં 3 વર્ષથી પગાર ન મળવાથી શિક્ષકો પરેશાન થયા હતા અને વિધાનસભા ઘેરાવ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને પગારના બદલે લાઠી મળી હતી. લાઠીચાર્જ દરમિયાન અનેક શિક્ષકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા.

વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પ્રદેશના વિવિધ જનપદો પરથી શિક્ષા પ્રેરક સંઘના કર્મચારીઓ પર પોલીસે જોરદાર લાઠી વરસાવી હતી. માત્ર પુરુષો જ નહિ, મહિલા કર્મચારીઓને પણ માર મારવામાં આવ્યો હતો. લાઠીચાર્જ કરવાથી ભાગદોડ મચી હતી, અને શિક્ષકો ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન