lucknow police searching kanika kapoor missing friend taj hotel party
  • Home
  • Entertainment
  • Bollywood
  • કનિકાએ બધાને ગોટે ચડાવ્યા! ચારેકોર ફાંફાં મારવા છતાં પાર્ટીમાં હાજર આ માણસ નથી મળતો

કનિકાએ બધાને ગોટે ચડાવ્યા! ચારેકોર ફાંફાં મારવા છતાં પાર્ટીમાં હાજર આ માણસ નથી મળતો

 | 1:29 pm IST

કોરોના અને કનિકા હવે તો લોકોને હોઠે ચડી ગયા છે. જેમ સમયે સમયે કોરોનાની અપડેટ આવે એમ જ કનિકાની અપડેટ આવતી રહે છે. સિંગર કનિકા કપૂરનો હાલમાં બીજો કોરોના રિપોર્ટ આવી ગયો અને એમાં પણ પોઝિટીવ આવ્યો છે. અત્યારે લખનઉ હોસ્પિટલમાં કનિકાને આઈસોલેશનમાં રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કનિકાએ લંડનથી આવીને પાર્ટીઓ કરી હતી. તેમાં હાજર 34 લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પરંતુ પોલીસ કનિકાના એક ફ્રેન્ડને હજુ પણ શોધી રહી છે. એક અહેવાલ પ્રમાણે લખનઉ પોલીસ મુંબઈ બેસ્ડ એન્ટ્રોપ્રિન્યોર ઓજસ દેસાઈને શોધી રહી છે.

ઓજસ 16 માર્ચના રોજ તાજ હોટલમાં થયેલી પાર્ટીમાં કનિકા કપૂર સાથે હાજર રહ્યો હતો. આ પાર્ટીમાં હતા એમાંથી 260 લોકોને પોલીસે શોધી લીધા છે. પરંતુ હજુ સુધી ઓજસ દેસાઈને પોલીસ શોધી નથી શકી અને એનો કોઈ જ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. કનિકાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ લખનઉ એડમિનિસ્ટ્રેશને હોટલ તાજને પણ બંધ કરી દીધી હતી.

આ વીડિયો પણ જુઓ: ફાયર વિભાગે શહેરમા બીજી વાર ફોગીંગ શરૂ કર્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન