લખનઉ યુનિવર્સિટીએ વેલન્ટાઇન ડે માટે જાહેર કર્યો મનઘડંત ફરમાન, કહ્યું કંઇક આવું - Sandesh
  • Home
  • India
  • લખનઉ યુનિવર્સિટીએ વેલન્ટાઇન ડે માટે જાહેર કર્યો મનઘડંત ફરમાન, કહ્યું કંઇક આવું

લખનઉ યુનિવર્સિટીએ વેલન્ટાઇન ડે માટે જાહેર કર્યો મનઘડંત ફરમાન, કહ્યું કંઇક આવું

 | 7:46 pm IST

લખનઉ યુનિવર્સિટીએ એક મનઘડંત ફરમાન જાહેર કર્યુ છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તા.14 ફેબ્રુઆરી એટલે કે વેલન્ટાઇન ડેના દિવસે કોઇ વિદ્યાર્થીઓ કેમ્પસમાં ન આવે. જો કોઇ વિદ્યાર્થી આ આદેશનું ઉલંઘન કરશે તો તેમની સામે કડક પગલા લેવામાં આવશે.

યુનિવર્સિટી તરફથી આ દિવસે મહાશિવરાત્રીની રજા આપવામાં આવી છે. યુનિવર્સિટી વહીવટી તંત્રએ કહ્યુ કેં, મહાશિવરાત્રીની રજામાં તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવમાં આવે છે કે તેઓ યુનિવર્સિટી કેમ્પસમાં આંટા ન મારે.

મળતી માહિતી પ્રમાણે આ સૂચના યુનિવર્સિટીના પ્રોફેસર વિનોદસિંહે આપી છે. આ ફરમાનમાં લખવામાં આવ્યું છે કે,છેલ્લાં કેટલાક વર્ષોથી પશ્ચિમ સંસ્કૃતિથી પ્રભાવિત થઇને કેટલાક યુવાનો તા.14 ફેબ્રુઆરીના દિવસે વેલન્ટાઇન ડેની ઉજવણી કરે છે. આ દિવસે મહાશિવરાત્રીની રજા જાહેર કરવામાં આવી છે.

આ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી કે, રજા હોવાથી કોઇ ક્લાસ લેવામાં નહીં આવે તેમજ કોઇ પ્રયોગશાળા પણ ખુલ્લી રાખવામાં નહીં આવે. આ ઉપરાંત આ દિવસે કોઇ પ્રકારનો સાસ્કૃતિ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં નહીં આવે. તેથી કોઇ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આવવું નહીં.

વિદ્યાર્થીઓના માતા પિતાને પણ અપીલ કરવામાં આવીહતી કે, આ દિવસે તેઓ પોતાના સંતાનોને યુનિવર્સિટીએ ન મોકલે. જો કોઇ વિદ્યાર્થી યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળ્યા તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.

આ મામલે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, યુનિવર્સિટીની વિચારધારા સંકુચિત છે. રજા જાહેર કરવી એ નિર્ણય માની શકાય છે પણ કેમ્પસમાં પ્રવેશ ન આપવાની વાત અયોગ્ય છે.