Lucky escape for two as stray cow chases two-wheeler video viral
  • Home
  • Featured
  • સારા નસીબનું કોઈ ઉદાહરણ માગે તો વીડિયો બતાવી દેજો, બે બાઈક સવારનો ચમત્કારિક બચાવ!

સારા નસીબનું કોઈ ઉદાહરણ માગે તો વીડિયો બતાવી દેજો, બે બાઈક સવારનો ચમત્કારિક બચાવ!

 | 3:28 pm IST

રામ રાખે એને કોણ ચાખે આ કહેવત આપણે બધાએ સાંભળી છે અને બીજું એવું પણ સાંભળ્યું છે કે, નસીબ હોય તો ઉલ્ટુ નાંખેલુ પત્તુ પણ સીધું જ પડે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં કંઈક એવું જ બતાવવામાં આવ્યું છે. જો પેલા બે બાઈક સવારના નસીબ સારા ન હોત તો ગાયના ભરડામાં આવી જાત અને પાર વિનાનું દુ:ખ ભોગવવાનો વારો આવી શકતો હતો.

વાયરલ વીડિયોમાં ગાયને બાઇક પર સવાર બે લોકોનો પીછો કરતા જોઇ શકાય છે. ગાય બાઈકને પૂરા જોરથી ટક્કર મારે છે અને એની સેકન્ડ પહેલાં જ બાઈક પર સવાર લોકોએ છલાંગ લગાવી દીધી અને ભાગી છૂટ્યા હતા. જોઈ શકાય છે કે, પેટ્રોલ પંપ પર ફ્યુઅલ ડિસ્પેન્સર મશીનને ગાયના ટક્કર લાગવાથી ભારે નુકસાન થયું અને મશીનના ભૂક્કા બોલાવી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન