Lucky to have pearly white and fine teeth
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • મોતી જેવા સફેદ અને સુરેખ દાંત ભાગ્યશાળીને હોય, સામુદ્રિક શાસ્ત્ર પરથી જાણો વિગતે

મોતી જેવા સફેદ અને સુરેખ દાંત ભાગ્યશાળીને હોય, સામુદ્રિક શાસ્ત્ર પરથી જાણો વિગતે

 | 12:39 pm IST
  • Share

સામુદ્રિક શાસ્ત્ર

દાંત

આરોગ્ય દૃષ્ટિએ દાંતનું મહત્ત્વ ઘણું આંકવામાં આવ્યું છે. આપણા આહારની પ્રથમ ક્રિયાનો આરંભ દાંતથી થાય છે. દાંત દ્વારા અન્ન વગેરે બારીકાઈથી ચવાઈને પાચન થવામાં સુલભ એવું બનીને આગળ જાય છે, જેથી તેની પાચનક્રિયા સરળતા હોય છે. જે અન્ન દાંત દ્વારા બરાબર ચવાયા વગર આગળ જતું નથી તેના દ્વારા લોહી, શુક્ર ઈત્યાદિ પુરવઠો વ્યવસ્થિત રીતનો થતો નથી. તેનાથી શરીર પર ઊલટી અસર થાય છે. અને એ અસરના પરિણામે શરીરનું સ્વાસ્થ્ય બગડે છે અને તેની અસર દાંત ઉપર થાય છે. છેવટે દાંત ખરાબ થાય છે અથવા તેમાં કોઈ દોષ ઉત્પન્ન થતા હોય છે. એટલે આરોગ્ય માટે મજબૂત દાંતની આવશ્યક્તા લેખવામાં આવી છે. જે વ્યક્તિનું આરોગ્ય જેટલું સારું તેટલા જ તેના દાંત સારા હોય છે.

જે વ્યક્તિના દાંત સ્નિગ્ધ, ચીકણા, ચમકીલા, એકબીજા સાથે જોડાયેલા તેમજ ચમકદાર હોય તે વ્યક્તિનું સૌંદર્યસુખ સારું હોય છે અને તે સારું સુખ ભોગવનારી હોય છે. આવા દાંત જે વ્યક્તિના હોય તો તે આર્થિક સુખ સારું ભોગવે છે અને કૌટુંબિક સુખચાહના ભોગવનાર બને છે.

જે વ્યક્તિના દાંત સફેદ, ચોખ્ખા, મજબૂત અને સરખા હોય તેનું આરોગ્યસુખ સારું હોય તેમજ આવા પ્રકારના દાંત ધરાવતી વ્યક્તિનું આયુષ્યસુખ પણ સારું હોય છે.

જે વ્યક્તિના દાંત નાનામોટા તેમજ અવ્યવસ્થિત હોય તેમને જીવનમાં આંતરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આવા પ્રકારના દાંત ધરાવતી વ્યક્તિ જીવનમાં અવારનવાર મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય.

જે વ્યક્તિના દાંત હસતી વખતે ભયંકર દેખાતા હોય તેવી વ્યક્તિઓનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર પ્રકારનો હોય. આવી વ્યક્તિઓના અંતરને જલદી ઓળખી શકાતું નથી.

જે વ્યક્તિના ઉપરના દાંત નીચેના દાંત કરતાં વધારે હોય તેમને પાર્ટનર અથવા વડીલ તરફથી વધારે સુખ મળતું હોય છે. આવા પ્રકારના દાંત જો સાધારણ લાંબા હોય તો ઉપર પ્રમાણેનો યોગ ચોક્કસપણે અનુભવાય.

દાંત એકબીજાથી જુદા રહેતા હોય તેમનું જીવન ખૂબ જ વિચિત્ર પસાર થાય છે.

જે વ્યક્તિના દાંત જાડા-પાતળા હોય તેઓ આરોગ્ય બરાબર જાળવી શકતાં નથી. આવા પ્રકારના દાંત ધરાવતી વ્યક્તિઓ ખાવાપીવાની બાબતમાં ખૂબ જ અનિયમિત હોય છે.

જે વ્યક્તિના દાંત બહારના ભાગમાં દેખાતા હોય એટલે કે મોઢું બંધ હોય તો પણ આગળના એકાદ-બે કે વધારે દાંત બહાર દેખાતા હોય તો તેની ભાષા વિચિત્ર પ્રકારની હોય છે.

બોલવામાં થૂંક ઊડતું હોય તેને સારું કહેવામાં નથી આવતું. જો વ્યક્તિને બોલતાની સાથે થૂંક ઊડતું હોય તે વિચિત્ર માનસ તેમજ માનસિક નબળાઈ સૂચવે છે.

જે વ્યક્તિના દાંત આગળના ભાગમાં સીધા બહાર આવ્યા હોય તે ખૂબ જ વિચિત્રતા સૂચવે છે. આવી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યે ખૂબ જ સહન કરવું પડે છે.

જે વ્યક્તિઓના દાંત જન્મથી આવેલા હોય તેને રાક્ષસની સંજ્ઞા આપવામાં આવે છે. જોકે આવા પ્રકારના દાંત સાથેના બાળકનો જન્મ થાય તો બાળક વધારે જીવતું નથી અને કદાચ જીવે તો તેના અને તેના કુટુંબની દુનિયામાં મોટા ખરાબ અનુભવો થાય છે.

જો આવા પ્રકારના દાંત જન્મથી જ વ્યક્તિને આવ્યા હોય તો તેવી વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીઓ આવે છે.

જે વ્યક્તિના બત્રીસે દાંત સરખા અને મોતી જેવા સફેદ હોય તેને સુખકર સમજવા.

નાના-મોટા દાંત અશુભસૂચક સમજવા.

જે વ્યક્તિના દાંત ઉપરના ભાગ કરતાં નીચેના ભાગમાં એટલે કે નીચેના જડબાના ભાગમાં વધારે હોય તેને પાર્ટનરનું સુખ પ્રમાણમાં ઓછું મળે છે.

જે વ્યક્તિના દાંત હસતી વખતે વધારે બહાર આવતા હોય તેને ખરાબ જાણવા. આવા પ્રકારના દાંત ધરાવતી વ્યક્તિનું જીવન ખૂબ જ વિચિત્ર હોય છે.

ઘણું કરીને એવું અનુભવવામાં આવ્યું છે કે તેના જીવનમાં વૈધવ્યયોગ બને છે અને તે પછી જીવનમાં બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવતી હોય છે

જે વ્યક્તિઓને દાંત ઊંઘમાં કચકચાવવાની ટેવ હોય તેને બહુ જ કુટેવ ગણવામાં આવે છે. આવી વ્યક્તિઓના જીવનમાં અવારનવાર અડચણ આવે છે.

જે વ્યક્તિઓના દાંત વાંદરા જેવા હોય તેમને અન્નથી ખૂબ જ વંચિત રહેવું પડે છે. એટલે કે એમના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ એટલી બધી હોય છે કે તેમને પૂરતું ખાવાનું પણ નિયમિત મળતું નથી.

શાસ્ત્રમાં હાથી અને ગધેડાં જેવા દાંત ધરાવનાર વ્યક્તિ આર્થિક સુખ પામે છે તેમજ સારા વિચારવાળી તથા સારા સ્વભાવની વ્યક્તિઓને પોષનાર બને છે.

બત્રીસ દાંતવાળાને સારું સુખ મળે છે એમ આ શાસ્ત્રમાં એક જગાએ લખેલું છે. એકત્રીસ દાંતવાળી વ્યક્તિ સુખભોગ કરનાર હોય છે.

જે વ્યક્તિઓના દાંત ઉપરાઉપર હોય તેઓ કુટુંબનો નાશ કરનાર અથવા મોટા ભાઈનું સુખ ઓછું કરનાર બતાવે છે.

બિલકુલ જુદા ન હોય એવા સરખા છૂટા દાંત ધરાવનાર વ્યક્તિ અભ્યાસમાં આગળ વધનારી હોય.

જે સ્ત્રીઓના દાંત પીળા રહેતા હોય તેને ખરાબ જાણવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન