16th July 2019 lunar eclipse read some important facts about it
  • Home
  • Astrology
  • સતત બીજા વર્ષે થઈ રહ્યુ છે ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ, જાણો કેવી થશે અસર

સતત બીજા વર્ષે થઈ રહ્યુ છે ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ, જાણો કેવી થશે અસર

 | 11:58 am IST

અષાઢી પૂર્ણમા પર ભારતમાં સતત બીજુ એવુ વર્ષ છે કે ચંદ્ર ગ્રહણ થઈ રહ્યુ છે. 2018માં 27-28 જુલાઈની મધ્યરાત્રીએ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ થયુ હતુ અને આ વખતે 16-17 જુલાઈએ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યુ છે. લગભગ ત્રણ કલાક સુધી આકાશમાં આ અદ્ભુત નજારો જોઈ શકાશે. આ ખગોળીય ઘટના 16-17 જુલાઈ રાત્રે 1.32 કલાકે જોવા મળશે જ્યારે ગ્રહણનો સ્પર્શ થશે. રાત્રીના 3 કલાકે ગ્રહણનો મધ્યભાગ રહેશે અને 4.30 કલાકે મોક્ષ થશે. ગ્રહણનો કુલ સમય 2 કલાક 58 મિનિટનો રહેશે.

16 જુલાઈએ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણનો યોગ

આ વખતે અષાઢી પૂર્ણિમાએ 16 જુલાઈએ પૂર્વાષાઢા નક્ષત્ર, વૈધૃતિ યોગ, વિશિષ્ટ કરણ તથા ધનુ રાશિમાં ચંદ્રમાની સાક્ષીમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો યોગ બની રહ્યો છે. આ ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાશે. ઉત્તરાષાઢા નક્ષત્ર તથા ધનુ તેમજ મકર રાશિમાં ચંદ્ર ગ્રહણ થવાથી અતિવૃષ્ટી સાથે સાથે પ્રાકૃતિક આપદાઓ આવશે.

ગ્રહોની દૃષ્ટીએ જોવામાં આવે તો આ ચંદ્ર ગ્રહણ ધનુ રાશિમાં ચંદ્ર-કેતુ-શનિની ત્રિગ્રહી યુતિ સાથે થઈ રહ્યો છે. એટલુ જ નહી ગ્રહ યુતિમાં જોવા જઈએ તો આ બંને યુતિઓથી ચાર ગ્રહ રાહુ-કેતુથી પીડિત છે. આની અસર પ્રાકૃતિક, સામાજીક તેમજ રાજનીતિક ક્ષેત્રે પ્રભાવ દર્શાવશે.

આ ક્ષેત્રો પર ગ્રહણનો પડશે પ્રભાવ

ચંદ્ર ગ્રહણનો પ્રભાવ શાસનની કાર્યપ્રણાલીમાં પરિવર્તનના રૂપમાં જોવા મળશે. અધિકારીઓમાં કાર્ય પરિવર્તન થશે, સરકારમાં પરિવર્તન આવશે. ચંદ્ર ગ્રહણની યુતિથી મંગળ બુધથી ષડાષ્ટક યોગ બનશે. મૈદિની જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રકારના ગ્રહ સ્થિતિ જળવાયુ પરિવર્તન માટે ખાસ છે.

ચંદ્રમાની રાશિ કર્ક અને મંગળ તથા બુધનું ગોચર વરસાદ પર અસર કરશે. ધનુ રાશિવાળાને આ ગ્રહણની વધારે અસર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન