#LunarEclipse in january 2019: Prediction For All Signs
  • Home
  • Astrology
  • આજના ચંદ્રગ્રહણની તમામ રાશિના જાતકો પર શું પડશે અસર?

આજના ચંદ્રગ્રહણની તમામ રાશિના જાતકો પર શું પડશે અસર?

 | 9:29 am IST

21મી જાન્યુઆરી, 2019ના રોજ એટલે કે આજે સવારે 9.04 વાગ્યાથી લઇ 12.21 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ ચાલશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. પરંતુ અમેરિકા અને યુરોપના કેટલાંક શહેરોમાં જોવા મળશે. આ ગ્રહણની અસર રાજકારણમાં જોરદાર પડશે અને એવા અજીબોગરીબ નિર્ણયો જોવા મળશે કે દુનિયા સ્તબ્ધ થઇ શકે છે. આર્થિક સ્થિતિ પર આ ગ્રહણ સારી અસર પાડશે નહીં. ત્યારે ગ્રહણની તમામ જાતકોની રાશિઓ પર શું અસર પાડશે તે અંગે આપણે અહીં જાણીએ.

મેષ: ભાગ્યોદય થશે. ધનનો લાભ અને ખર્ચ બંને થશે. પરાક્રમથી લાભ થશે. શરીરના નીચલા ભાગમાં કષ્ટ સંભવ છે. સંપત્તિ અને વાહનથી કષ્ટ શકય. કામ અને શિક્ષાનો બોજ બેચેન કરશે.

વૃષભ: આર્થિક સ્થિતિ સુધરશે પરંતુ દેહમાં કષ્ટ સંભવ છે. આળસમાં વધારો થશે. પરિવારજનો અને મિત્રો સાથે તણાવ કે ચિંતા રહે. રોકાણમાં જોખમ ના લો. કોઇ વ્યક્તિથી તણાવ વધી શકે.

મિથુન: દાંપત્ય જીવનમાં કારણ વગરના મન ઉદાસ થશે. વ્યક્તિત્વમાં વિકાસ થશે. પ્રતિષ્ઠામાં આશ્ચર્યજનક વૃદ્ધિ થશે. મુસાફરીથી સફળતા અને થાક બંને મળી શકે. ડાયાબીટીસના દર્દીને પરેશાની આવી શકે છે.

કર્ક: નસીબ ચમકશે અને જ્ઞાનનો વિકાસ થશે પરંતુ બેચેની વધી શકે છે. સ્નાયુ અને સાંધાના દુખાવાથી શરીરના નીચલા ભાગમાં કષ્ટ થશે, વાણી પ્રખર થશે. કોઇની સલાહથી લાભ થશે. કોઇની સાથે કારણ વગરનો વિવાદ શકય છે.

સિંહ: આર્થિક સ્થિતિ સબળ થશે. બૌદ્ધિક ક્ષમતાનો વિસ્તાર થશે, ભાવુકતામાં વધારો થશે. વાણી પર સંયમ રાખો. નવા વાહનની શકયતા છે. તંદુરસ્તીનું ધ્યાન રાખો. પરિવારમાં મંગળ કાર્ય સંપન્ન થશે.

કન્યા: અર્થ લાભ થશે. જીવનસાથીની સાથે નાના વિવાદથી બચો. કારણ વગરની ટીકા ટિપ્પણીથી તણાવ વધશે. શ્વાસ, ફેફસાં, અને હૃદયની સમસ્યામાં વધારો થશે. મન ઉદાસ રહેશે. કૃત્રિમ ભયની સ્થિતિ બનશે. સંપર્કોથી લાભ શકય છે.

તુલા: વિજય થશે. ધનનો લાભ અને અનાવશ્યક ખર્ચ બંને થશે. શ્રમ અને સાહસથી લાભ થશે. હૃદય અને ફેફસાંની સમસ્યા થઇ શકે છે. સમ્માન વધશે. પરંતુ કારણ વગરની ચર્ચાઓથી બચો.

વૃશ્ચિક: નસીબ ચમકશે. ક્રોધ પર કાબૂ રાખો નહીં તો હાનિ સંભવ છે. કડવા વચન ક્ષતિ પહોંચાડશે. મીઠી વાણી અને સાહસથી લાભ થશે. ફસાયેલા નાણાં પ્રાપ્ત થવાની સંભાવના છે. જ્ઞાનનો વિસ્તાર થશે. દોડાદોડ થતાં થાક લાગશે.

ધન: ઉત્તેજના અને ક્રોધ પર કાબૂ રાખો. મીઠી વાણીનો ઉપયોગ કરો. સમય પર નિર્ણય થઇ શકે છે. જીવનસાથીથી અનાવશ્યત કટુતા અને કષ્ટ સંભવ છે. માનસિક દબાણ વધશે. ગુપ્ત શત્રુઓથી હાનિ થઇ શકે છે. સંયમ અને ધૈર્યથી લાભ થશે.

મકર: શ્રમથી લાભ થશે. સ્નાયુ અને સાંધામાં દુખાવો થઇ શકે છે. જીવન સાથી અને પરિવારજનોથી વાદવિવાદ શકય. અંતરમન ઉદાસ રહેશે. ખોટા ખર્ચથી મન ખિન્ન રહેશે. કોઇની પણ સલાહ કામ આવશે પરંતુ વાદ-વિવાદથી બચજો.

કુંભ: પ્રતિષ્ઠા વધશે. શત્રુ પરાભૂત રહેશે. ખિસ્સા ભારે હશે. શારીરિક કષ્ટમાં વધારો થઇ શકે છે. જીવનસાથી અને પરિવારજનોને માનસિક કષ્ટ પહોંચી શકે છે. કડવા બોલ મુસીબતમાં નાંખી શકે છે. મીઠી વાણીથી લાભ થશે.

મીન: આર્થિક સ્થિતિ સબળ હશે. અંતરમન બેચેન રહેશે. જીવનસાથીના પરિવારજનો સાથે તણાવ રહેશે. ગુસ્સાથી નુકસાન થઇ શકે છે. માન પ્રતિષ્ઠાથી લઇ સચેત રહેજો. અન્યથા તેના પર બટ્ટો લાગી શકે છે. આંખ બંધ કરી લેવાથી સમસ્યા ઉકેલાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન