luxembourg will be the first country to free public transport for all
  • Home
  • Featured
  • જય હો! આ દેશમાં પહેલી માર્ચથી દરેક નાગરિક માટે બધી મુસાફરી ફ્રી, મનફાવે ત્યાં આંટા-ફેરા કરો

જય હો! આ દેશમાં પહેલી માર્ચથી દરેક નાગરિક માટે બધી મુસાફરી ફ્રી, મનફાવે ત્યાં આંટા-ફેરા કરો

 | 12:22 pm IST

દિલ્હીમાં મહિલાઓ માટે જાહેર બસોમાં મુસાફરી મફત છે એ વાત તો તમે જાણો જ છો. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો એક એવો પણ દેશ છે કે, જે આવતા મહિનાથી તમામ નાગરિકોને ટ્રેન અથવા બસોની મુસાફરી મફત આપશે. આ વાત એકદમ સાચી છે. આવું કરનાર આ દેશ પ્રથમ દેશ હશે.

આ દેશનું નામ લક્ઝમબર્ગ છે, જે યુરોપનો સાતમો સૌથી નાનો પણ ધનિક દેશ છે. અહીંયા 1 માર્ચ 2020ના દિવસથી જ ટ્રેન, ટ્રામ અને બસોની અવરજવર માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. આ તમામ પરિવહન સુવિધા દેશના નાગરિકો માટે ફ્રી હશે. દેશના નાગરિકો માટે તો મફત જ પરંતુ લક્ઝમબર્ગ આવતા પ્રવાસીઓને પણ તેનો લાભ મળશે.

2018ના અંતમાં જેવિયર બેટ્ટલે લક્ઝમબર્ગના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ જાહેર પરિવહનને મફત બનાવશે. એક અહેવાલ મુજબ આ નિર્ણયથી લક્ઝમબર્ગના આશરે છ મિલિયન રહેવાસીઓ, 1,75,000 ક્રોસ-બોર્ડર મજૂરો અને વાર્ષિક 1.2 મિલિયન મુલાકાતીઓને લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન