luxury brand gucci grass stain jeans in 88 thousand rupees
  • Home
  • Featured
  • PHOTOS: આ ઘાંસના દાગવાળા જીન્સ પેન્ટનો ભાવ તમારાં હોશ ઉડાવી દેશે, 25 કે 50 હજારમાં ન આવે

PHOTOS: આ ઘાંસના દાગવાળા જીન્સ પેન્ટનો ભાવ તમારાં હોશ ઉડાવી દેશે, 25 કે 50 હજારમાં ન આવે

 | 6:00 pm IST

લોકો ફેશનેબલ દેખાવા માટે પૈસા ખર્ચ કરવામાં કશું જ ભાવતાલ જોતાં નથી. એમાં પણ કોઈ બ્રાન્ડેડ કપડા હોય તો લોકો પાણીની જેમ પૈસા વાપરે છે. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે સ્થાનિક બજારમાં માત્ર 500 રૂપિયામાં મળેલી જીન્સ બ્રાન્ડેડ શોરૂમમાં 5000 રૂપિયાથી ઓછી કિંમતે તો મળતી પણ નથી. હાલમાં લક્ઝરી બ્રાન્ડ ગુચ્ચીએ એક જીન્સ શરૂ કરી છે જેની કિંમત સાંભળી તમારા હોશ ઉડી દેશે.

આ ગુચ્ચી જીન્સની કિંમત $ 1,200 એટલે કે લગભગ 88 હજાર રૂપિયા કરતાં પણ વધારે છે. આ જીન્સની સૌથી ખાસ વાત એ છે કે ઘાસ તેના ઘૂંટણ પર ડાઘ લગાવવામાં આવ્યા છે, જેથી તેનો દેખાવ રફ અને અઘરો દેખાય. ઉલ્લેખનીય છે કે આ જીન્સ ઇટાલિયન ફેશન વીક વિન્ટર 2020નો એક ભાગ છે. જો તમારે આ જીન્સ પહેરવું હોય તો તમારા ખિસ્સામાં ઓછામાં ઓછા $ 1,200 (88 હજાર રૂપિયાથી વધુ) હોવા જરૂરી છે. આ જીન્સ હલ્કા વાદળીમાં ધોવામાં આવેલ એક ઓર્ગેનિક ડેનિમ છે, જે ઘાંસના ડાઘની અસર ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન