જગુઆરે પોતાની પ્રથમ ઇલેક્ટ્રોનિક કાર પરથી ઉઠાવ્યો પડદો, જાણી લો ફીચર્સ - Sandesh
  • Home
  • Business
  • જગુઆરે પોતાની પ્રથમ ઇલેક્ટ્રોનિક કાર પરથી ઉઠાવ્યો પડદો, જાણી લો ફીચર્સ

જગુઆરે પોતાની પ્રથમ ઇલેક્ટ્રોનિક કાર પરથી ઉઠાવ્યો પડદો, જાણી લો ફીચર્સ

 | 12:55 pm IST

લક્ઝુરિયસ વાહન બનાવનાર કંપની જગુઆરે પોતાની પ્રથમ ઇલેક્ટ્રોનિક કાર આઇ-પેસનાં પ્રોડક્શન મોડલ પરથી પડદો હટાવી લીધો છે. કંપનીએ આ નવી ઇલેક્ટ્રીક SUVને ફિજિક્સથી ડેવલોપ વાહન બનાવ્યુ છે. ત્યાં જ બાકી કાર માફક કંપનીએ આઇ-પેસમાં લાંબો બોનટ આપ્યુ નથી કારણ કે, કારમાં માત્ર બેરીનો ઉપીયોગ કરી શકાશે અને એન્જીન માટે કારમાં કોઇ જગ્યા નથી. આ કારનું વાચાણ 2018ના અંત સુધીમાં શરૂ થઇ શકે છે. અને ભારતમાં આ કારના લોન્ચ થવાને લઇ કોઇ પ્રકારની જાણકારી સામે આવી નથી.

પાવર: જગુઆર આઇ-પેસમાં કાયમી ઇલેક્ટ્રીક મોટર કુલ મળીને 359 BHP પાવર અને 696 Nm પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ કારમાં 90 કિવાનું લીથિયમ ઇઓન બેટરી લગાવી છે, જેને માત્ર 45 મીનીટમાં 80 ટકા સુધી ચાર્ઝ કરી શકાય છે.

સ્પીડ: ઓલ-વ્હીલ-ડ્રાઇવ ઇલેક્ટ્રીક SUV માત્ર 4.5 સેકન્ડમાં જ 0-100 કિમી/પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે અને એકવાર ફુલ ચાર્ઝ કરવા પર 480 કિમી સુધી ચલાવી શકાય છે.

ડીઝાઇન: કારમાં સ્લોપિંગ બોનટ, પાતળા એલઇડી હેન્ડલેપ, હનીકોમ્બ પેટરનની ગ્રીલ અને જાડુ સેન્ટ્રલ એરડેમ પણ આપવામાં આવ્યુ છે. કંપનીએ જગુઆર આઇ-પેસમાં શાનદાર અલોય વ્હીલ્સ અને ટર્ન લાઇટ એન્ટીગ્રેટેડ ઓવીઆરએમ આપ્યા છેય

આ સિવાય જગુઆર આઇ-પેસ ઇલક્ટ્રીક SUVમાં ડુઅલ સ્ક્રિન ઇનકંટ્રોલ ટચ પ્રો ડુઓ ઇન્ફોનમેન્ટ સિસ્ટમ પણ લગાવી છે. કંપનીએ આ ઇન્ફોનમેન્ટ સિસ્ટમ સાથે 4G વાઇફાઇ હોટસ્પોટ સ્લોટ પણ આપ્યો છે.