Luxury cruise ship service will be started in Banaras on 15th August
  • Home
  • Photo Gallery
  • PM મોદીએ બનારસને આપી લક્ઝુરિયસ ક્રુઝ, નદીમાંથી થશે ગંગાના ઘાટની સફર, Photos

PM મોદીએ બનારસને આપી લક્ઝુરિયસ ક્રુઝ, નદીમાંથી થશે ગંગાના ઘાટની સફર, Photos

 | 12:23 pm IST

વારાણસી ભોલેબાબાની નગરી કહેવાય છે. અહીં તમને ડગલે ને પગલે ભારતીનો પ્રાચીન ધાર્મિક વારસો જોવા મળશે. પરંતુ કાશી કહેવાતા આ સ્થળમાં હવે તમે ક્રુઝની સફરનો પણ લ્હાવો ઉઠાવી શકશો. લક્ઝુરિયસ ક્રુઝ અલકનંદા ગત બુધવારે કોલકાત્તાથી વારાસણી પહોંચી ચૂક્યું છે. 15મી ઓગસ્ટથી હવે તે વારાણસીમાં ગંગા નદીમાં ફરતુ દેખાશે.

આ ક્રુઝ શિપ કોલકાત્તાથી 1400 કિલોમીટરની સફર પાર કરીને વારાણસી પહોંચ્યું છે. આ લક્ઝુરિયસ ક્રુઝ તમામ વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી ભરેલું છે. ત્યારે વારાણસીના લોકો ક્રુઝમાં સફરને લઈને બહુ જ ઉત્સાહી છે.