સુરતથી મુંબઈ જતી લકઝરી બસમાં સ્લીપર કોચમાં યુવતી પર આચર્યુ દુષ્કર્મ - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતથી મુંબઈ જતી લકઝરી બસમાં સ્લીપર કોચમાં યુવતી પર આચર્યુ દુષ્કર્મ

સુરતથી મુંબઈ જતી લકઝરી બસમાં સ્લીપર કોચમાં યુવતી પર આચર્યુ દુષ્કર્મ

 | 8:33 pm IST

રર દિવસ પહેલાં આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના વિરસદ નજીક આમીયાદ પાસેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલી યુવતી પર તેના જ મિત્રએ સુરતથી મુંબઈના પ્રવાસ દરમિયાન સ્લીપર કલાસ બસમાં ચાલુ બસે બંધ લાઈટ અને અંધકારનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી ઘટના બનતાં વિરસદ પોલીસે ઘટના અંગે યુવતીની ફરીયાદના આધારે હેવાન બનીને દુષ્કર્મ ગુજારનાર મિત્રની સામે ગુનો નોંધીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના વિરસદ પાસે અમીયાદ ગામમાં રહેતી યુવતી ગત ર૩મી માર્ચના રોજ કોઈને પણ કહ્યાં વગર રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. જે ૩૧માર્ચની આસપાસ ઘરે પરત આવી હતી. પરંતુ આઘાત અને માનસિક અસ્વસ્થતાને કારણે સતત ગભરાયેલી રહેલી હતી. માતા-પિતાએ તેની સાથે શાંતિપુર્વક વાતચિત કરતાં તેને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેનો મિત્ર મેહુલ રાજેશ સોલંકી તેણીને સુંદર ભવિષ્યના સપના બતાવીને લઈ ગયો હતો અને સુરતથી મુંબઈ દરમિયાન લકઝરી બસમાં સ્લીપર કોચમાં રાત્રીના અંધકારનો લાભ લઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના બાદ પરત છોડીને ચાલ્યો ગયો હતો.

હકીકત સાંભળતાં જ સ્તબ્ધ થઈ ગયેલા માતા-પિતાએ કળવળતાં દીકરીને લઈને વિરસદ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. જયાં યુવતીએ મિત્ર મેહુલ સોલંકી સામે દુષ્કર્મ ગુજારવાની ફરીયાદ નોંધાવી હતી. વિરસદ પોલીસે મેહુલ સામે ગુનો નોંધી યુવતીનું મેડીકલ કરાવીને મેહુલને ગતરાત્રીના રોજ અમીયાદ પાસેથી પકડી પાડયો હતો.