Maa, Ausman will receive 4 types of treatments in a government hospital in India
  • Home
  • Ahmedabad
  • શું તમારી પાસે ‘મા’ કાર્ડ હશે તો ચિંતા છોડો? આ 6 પ્રકારની સારવારો સરકારી હોસ્પિટલોમાં મળશે

શું તમારી પાસે ‘મા’ કાર્ડ હશે તો ચિંતા છોડો? આ 6 પ્રકારની સારવારો સરકારી હોસ્પિટલોમાં મળશે

 | 8:10 am IST

મુખ્યમંત્રી અમૃતમ્ અને વાત્સલ્ય જેવી ‘મા’ કાર્ડ તેમજ આયુષ્માન ભારત હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે નાગરીકોને સરકાર ર્વાિષક પાંચ લાખ સુધીની કેશલેસ મેડિકલ સારવારનો લાભ આપે છે. બંને યોજના હેઠળ છ પ્રકારની સારવારોમાં કેશલેસ સુવિધાનો લાભ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ આપવા આરોગ્ય કમિશનરે નિર્ણય કર્યો છે.

અત્યાર સુધી તાવ, ઝાડા, ઉલ્ટી જેવા રોગોની સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને પણ સરકાર દ્વારા જનરલ મેડિસિનના ક્લસ્ટર હેઠળ કેશલેસ સુવિધાનો લાભ મળતો હતો.

આવી તમામ સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં હોવાથી જનરલ મેડિસિન ક્લસ્ટર હેઠળની તમામ પ્રોસિજરો માટે કેશલેસ સુવિધાઓને ગર્વમેન્ટ રિર્ઝવ કરી છે.

આ જ રીતે  અન્ય પાંચ પ્રોસિજરોમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવવી પડશે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં આ પ્રકારની સારવારપેટે સરકાર કેશલેસ સુવિધાનો લાભ આપશે નહી.

આ કેશલેસ સારવારો હવે ખાનગી હોસ્પિ.માં બંધ

જનરલ મેડિસિન : તાવ, ઝાડા, ઉલ્ટી, પડવા કે સામાન્ય અકસ્માતમાં સારવાર.

મેન્ટલ ડિસોર્ડર : માનસિક રોગોની સારવાર

પિડિયાટ્રીક : શુન્યથી ૧૬ વર્ષના બાળકોને સ્પર્શતા તમામ રોગ અને સર્જરી.

નીઓનેટલ : તાજા જન્મેલા બાળકો માટે થતા તમામ પ્રકારના ઉપચારો.

ગાયનેકોલજી સ્પે.: તમામ પ્રકારના સ્ત્રી રોગ, ગર્ભાશયના ઓપરેશન.

મા અને આયુષ્માન ભારત એ બંને અલગ છે. બાળસખા યોજના પિડિયાટ્રીક મેડિકલ મેનેજમેન્ટ થઈ રહ્યુ છે. અલગ યોજનાઓથી કેશલેસ ખર્ચના બીલ બેવડાય તેથી નિર્ણય લેવાયો છે

  • ડો.એચ.કે.ભાવસાર, અધિક નિયામક, આરોગ્ય કમિશનરની કચેરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન