Ayodhya Case: Madani Said We Will File Review Petition Against SC
  • Home
  • Featured
  • અયોધ્યા મામલે AIMPLBની બેઠક પૂર્ણ, SCનાં ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પીટીશન કરશે મુસ્લિમ પક્ષ

અયોધ્યા મામલે AIMPLBની બેઠક પૂર્ણ, SCનાં ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પીટીશન કરશે મુસ્લિમ પક્ષ

 | 3:43 pm IST

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુમતાજ ડીગ્રી કૉલેજમાં થયેલી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની બેઠક 3 કલાક બાદ સમાપ્ત થઈ. બેઠક પછી જમીયત ઉલેમા હિન્દનાં રાષ્ટ્રિય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, “અમે ચુકાદાની વિરુદ્ધ રિવ્યૂ પીટીશન દાખલ કરીશું.” સાથે જ તેમણે કહ્યું કે, “અમને ખબર છે કે રિવ્યૂ પીટીશનની હાલત શું થવાની છે, પરંતુ તેમ છતા પણ અમારો આ હક છે.” તેમણે આગળ કહ્યું કે, “બૉર્ડની બેઠકમાં શું નિર્ણય થયો છે આ પ્રેસ કૉન્ફરન્સમાં ખબર પડશે.”

અરશદ મદનીએ કહ્યું કે, “અમે ના મસ્જિદ આપી શકીએ છીએ કે ના તેની જગ્યાએ કોઈ જમીન લઈ શકીએ છીએ. કેસમાં અમારો હક ના આપવામાં આવ્યો. કેસમાં ઉલેમા હિંદ રિવ્યૂ પીટીશન દાખલ કરશે.” બીજી તરફ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની બેઠક પર બાબરી પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું કે, “આ મુદ્દાને અહીં ખત્મ કરી દેવામાં આવે. ચુકાદો આવી ગયો છે. ચુકાદાને અમે માની ચુક્યા છીએ. અમે આગળ હવે નથી જવા ઇચ્છતા. અમે હિંદુસ્તાનનાં મુસલમાન છીએ અને હિંદુસ્તાનનું સંવિધાન પણ માનીએ છીએ.”

ઇકબાલ અંસારીએ કહ્યું કે, “હિંદુસ્તાનનો મહત્વનો નિર્ણય હતો, અમે હવે આ મુદ્દાને આગળ નહીં વધારીએ. અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દાને અહીં જ ખત્મ કરી દેવામાં આવે. જેટલો મારો ઉદ્દેશ હતો, એટલું મે કર્યું. ઘર અલ્લાહનું છે અને અલ્લાહ માલિક છે.” તેમણે કહ્યું કે, “કૉંર્ટે જે ચુકાદો આપ્યો તેને માની લો. અયોધ્યા સહિત આખા દેશમાં શાંતિનો માહોલ બનેલો રહે, દેશ તરક્કી કરે. અમે પક્ષકાર હતા અને અમે હવે રિવ્યૂ દાખલ કરવા આગળ નહીં જઇએ.” તેમણે કહ્યું કે, “પક્ષકાર વધારે છે, કોઇ શું કરી રહ્યું છે નથી ખબર, પરંતુ અમે હવે રિવ્યૂ દાખલ નહીં કરીએ.”

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ કેસથી જોડાયેલા મુસ્લિમ પક્ષકારોએ બૉર્ડને પોતાનું મંતવ્ય આપ્યું કે તેઓ ચુકાદા વિરુદ્ધ અપીલની ઇચ્છા રાખે છે. તેમણે એ પણ કહ્યું કે, “મુસલમાનોએ બાબરી મસ્જિદનાં બદલે જમીન પણ ના લેવી જોઇએ.” આ પક્ષકારોએ પર્સનલ લૉ બૉર્ડનાં મહાસચિવ મૌલાના વલી રહમાનીથી નદવામાં મુલાકાત દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી કે મુદ્દાથી જોડાયેલા એક મહત્વનાં પક્ષકાર ઇકબાલ અંસારી આ બેઠકથી દૂર થઈ ગયા છે. ઇકબાલ બેઠકમાં સામેલ ના થયા. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ચુકાદાથી ખુશ છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદમાંથી કોકેઈન અને ગાંજો ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન