'હિંદુ સંસ્થાઓ'ના મિડ ડે મીલને સ્વીકારવાનો મદરેસાઓનો ઈન્કાર - Sandesh
  • Home
  • India
  • ‘હિંદુ સંસ્થાઓ’ના મિડ ડે મીલને સ્વીકારવાનો મદરેસાઓનો ઈન્કાર

‘હિંદુ સંસ્થાઓ’ના મિડ ડે મીલને સ્વીકારવાનો મદરેસાઓનો ઈન્કાર

 | 10:35 am IST
  • Share

ઉજ્જૈનમાં 39 મદરેસાઓએ મિડ ડે મીલ હેઠળ મળનારા ભોજનને લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું માનવું છે કે તેમના ધાર્મિક વિશ્વાસને તોડવા માટે આવું કરાઈ રહ્યું છે. આ મદરેસાઓમાં વર્ષ 2010થી ઈસ્કોન મંદિરમાંથી મિડ ડે મીલ યોજના હેઠળ ભોજન પહોંચાડાય છે. શહેરની તમામ શાળાઓમાં પણ મિડ ડે મીલ ઈસ્કોન મંદિર જ પહોંચાડે છે.

જો કે મદરેસાના પ્રશાસને હવે ઈસ્કોન મંદિરમાંથી ભોજન લેવાનો ઈન્કાર કરી દીધો છે. મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓના પરિવારજનોનું કહેવું છે કે મદરેસામાં મોકલવામાં આવતા ભોજનને પહેલા તેમના હિન્દુ ભગવાનોને ભોગ લગાવવામાં આવે છે. ઈસ્કોન સાથે જોડાયેલા ટ્રસ્ટનું ટેન્ડર આ વર્ષે જુલાઈમાં પૂરુ થઈ ગયું હતું. ત્યારબાદ મિડ ડે મીલનું ભોજન પહોંચાડવા માટે બીજા સપ્લાયર્સ બીઆર કે ફૂડ્સ અને માં પાર્વતી ફૂડ્સે ભોજન સપ્લાય કરવાનું શરૂ કર્યુ હતું પરંતુ મદરેસા પ્રશાસને તેમના ભોજનને પણ લેવાની ના પાડી દીધી.

બીઆરકે શહેરના 315 શાળાઓમાં મિડ ડે મીલ પહોંચાડે છે. જેમાંથી 56 મદરેસાઓએ હવે ભોજન લેવાની મનાઈ કરી દીધી છે. પરિજનોને તેમના ભોજનથી મુશ્કેલી છે. તેમનું કહેવું છે કે જો આ પ્રકારે તેમને ભોજન અપાશે તો તેઓ બાળકોને મદરેસામાંથી ઉઠાવી લેશે. પરિવારજનોની માગ છે કે ભોજનને બહારથી લાવવાની જગ્યાએ મદરેસામાં જ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

જો કે પ્રશાસને આ અહેવાલોને ફગાવતા કહ્યું છે કે મદરેસાના બાળકોને અલગ પ્રકારના ભોજનની આદત છે આથી તેમણે ભોજન કરવાનો ઈન્કાર કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો