made a vulgar dance in Ganpati Pandal embarrasses the youth of the era
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: શર્મસાર કળિયુગની યુવાપેઢી, ગણપતિ પંડાલમાં કર્યો અશ્લીલ ડાન્સ, કંઈ બાકી ન રાખ્યું!

VIDEO: શર્મસાર કળિયુગની યુવાપેઢી, ગણપતિ પંડાલમાં કર્યો અશ્લીલ ડાન્સ, કંઈ બાકી ન રાખ્યું!

 | 6:21 pm IST

દેશ આખામાં હાલમાં ગણપતિ બાપ્પાનો તહેવાર લોકો ઉજવી રહ્યા છે. ચોરેકોર ગણપતિ બાપ્પા મોરિયાનાં નાદ સંભળાય રહ્યા છે ક્યારે અમુક લોકો આસ્થાના નામે ઐયાશી કરતા ઝડપાયા છે. શરમ નેવે મુકીને અશ્લીલ ડાન્સ કરતા આ યુવાનોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પુજાના નામ પર આખી રાત અશ્લીલ ડાન્સની મહેફિલ જામી હતી.

દરભંગાના વિરૌલ થાના ક્ષેત્રના સનફ્લાવર એકતા સંઘ મંદિર ઘારમાં 25 વર્ષોથી ગણેશ પુજાના અવસર પર મોટા મોટા પંડાલ લગાવીને પુજા કરવામાં આવે છે. દુર દુરથી લોકો આ પુજામાં ભાગ લેવા માટે આવે છે. પરંતુ હાલમાં જ અહીંથી એક અશ્લીલ વીડિયો વાયરલ થતા બધે દોડધામ મચી ગઈ છે. બાર વાળાના આવા અશ્લીલ ડાન્સ પછી ત્યાનાં લોકલ લોકોનો ગુસ્સો પણ આસમાને છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ લોકો ચંદાના નામ પર લેવામાં આવેલા રૂપિયા આ રીતે બરબાદ કરે છે. તેનું કહેવું છે કે સોશિયલ મીડિયામા આ પ્રકારનો વીડિયો વાયરલ થયો પછી દેશભરમાં તેના સમાજની બદનામી થઈ રહી છે.

તો આ તરફ પુજન કમિટીએ બચાવ કરતા કહ્યું કે આ વીડિયો સાથે અમારે કોઈ લેવા દેવા નથી. કોઈએ અમારી પાસેથી પરમિશન નથી લીધી. કેટલાક અસામાજિક તત્વોએ અમને બદનામ કરવા માટે આવી હરકત કરી છે. સાથે જ કમિટીના સભ્યોનું કહેવું છે કે જે પણ લોકો આ પાર્ટીમાં સામેલ હતા તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન