made in india social media app elyments launched
  • Home
  • Featured
  • ‘Made in India’ એપ્લિકેશન થઈ ગઈ લોન્ચ, ડાઉનલોડ કરીને એક જ Appમાં માણો બધી જ મજા

‘Made in India’ એપ્લિકેશન થઈ ગઈ લોન્ચ, ડાઉનલોડ કરીને એક જ Appમાં માણો બધી જ મજા

 | 6:23 pm IST

દેશની પ્રથમ સત્તાવાર સોશિયલ મીડિયા એપ્લિકેશન Elyments રવિવારે શરૂ કરવામાં આવી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નવી સોશિયલ મીડિયા એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન એક હજારથી વધુ આઇટી પ્રોફેશનલ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. આ પ્રોફેશન લોકોમાં શ્રી શ્રી રવિશંકરની આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વયંસેવકો પણ છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એપ્લિકેશન શરૂ કરતી વખતે કહ્યું કે, ‘ભારત એક આઇટી પાવર હાઉસ છે અને આ ક્ષેત્રમાં આપણી પાસે વિશ્વના કેટલાક જાણીતા લોકો છે. આટલા બધા પ્રતિભાશાળી પ્રોફેશનલ લોકો સાથે હોવાથી મને લાગે છે કે આવનારા સમયમાં આપણે આવી વધુ નવીન એપ્લિકેશન શરૂ કરવી જોઈએ.

સોશિયલ મીડિયાની દુનિયામાં આ એપ્લિકેશન ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. આ એપ્લિકેશન હાલમાં 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને 1 લાખથી વધુ વખત ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવામાં આવી છે. પ્લે સ્ટોર અનુસાર, આ એપ્લિકેશન દ્વારા યુઝરો તેમના મિત્રો સાથે કનેક્ટ થઈ શકે છે, ચેટ કરી શકે છે. આ સિવાય તમે અનલિમિટેડ વોઈસ અને વીડિયો કોલ પણ કરી શકો છો. એપ્લિકેશન બનાવનાર કહે છે કે, પ્રાઈવસી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના તમામ સર્વર ભારતમાં છે.

આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી. આ હેઠળ ઉદ્યોગ પતિઓ અને ટેક્નોલોજી જાણકારોને દેશમાં એપ્લિકેશનો વિકસિત કરવા અપીલ કરવામાં આવી હતી. ભારત સરકારે ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પછી મેડ ઇન ઈન્ડિયા એપ્સમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: સૌરાષ્ટ્રને 4 NDRF ટીમની ફાળવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન