Madhav Singh In the time of he had given the statement 'Oil to Patel in a bottle'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • માધવસિંહના કાળમાં ‘શીશીમાં તેલ’ લાવવાનું નિવેદન કોંગ્રેસને ‘ભારે’ પડ્યું, BJP માટે જડ્ડીબુટ્ટી હતુ

માધવસિંહના કાળમાં ‘શીશીમાં તેલ’ લાવવાનું નિવેદન કોંગ્રેસને ‘ભારે’ પડ્યું, BJP માટે જડ્ડીબુટ્ટી હતુ

 | 9:41 am IST
  • Share

ગુજરાત (Gujarat) ના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (Former Chief Minister Madhav Singh Solanki)નું આજે નિધન થયું છે. 94 વર્ષની વયે આજે તેમના અંતિમ શ્વાસ લીધા છે. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષ (Congress party)ના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી (Former Foreign Minister of India) પણ રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ પર બિરાજમાન રહ્યા છે. તેઓ 1980માં ગુજરાતની રાજનીતિમાં આવ્યા હતા. જાણો તેમના શાસનકાળમાં પટેલો (સવર્ણ)ને શીસીમાં તેલ લાવવાનું નિવેદન ભારે પડ્યું હતું અને ત્યારથી બીજેપીનો ઉદય થયો હતો.

7 જૂન 1980ના દિવસે પોતાનાં મંત્રીમંડળની સાથે માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. માધવસિંહ મુખ્યમંત્રી બન્યા તેના બીજા જ દિવસે અખબારોની હેડલાઇન હતી ‘માધવસિંહનાં મંત્રીમંડળમાં એક પણ સવર્ણ મંત્રીનો સમાવેશ નહીં.’ આજે ભલે પટેલોનો ગુજરાતનાં રાજકારણમાં દબદબો હશે પરંતુ આજથી 37 વર્ષ પહેલાં ગુજરાતમાં બનેલી કોંગ્રેસની સરકારમાં એક પણ પટેલ મંત્રીમંડળમાં ન હતો.

માધવસિંહે મંત્રીમંડળની રચના કરી ગુજરાતમાં એક મેસેજ આપી દીધો હતો. આ મેસેજ લાઉડ અને ક્લિયર હતો. અમારી સરકાર દલિતો, ગરીબો, આદિવાસીઓ, મુસ્લિમોની સરકાર છે, અમારે બીજા કોઇના મતની જરૂર નથી. માધવસિંહ સોલંકી સત્તાના રાજાપાઠમાં હતા. તેમની રાજકીય ગણતરીઓ બહુ પાકી હતી. જોકે માધવસિંહ સોલંકીની આ ગણતરીઓ આવનારા દિવસોમાં ગુજરાતને એક નવા જ વર્ગવિગ્રહ તરફ લઈ જવાની હતી તેનો કોઈને ખ્યાલ ન હતો….

ઈતિહાસઃ ‘શીશીમાં તેલ’, BJP માટે જડ્ડીબુટ્ટી હતુ

80ના દાયકામાં કોંગ્રેસના માધવસિંહ સોલંકીની સરકારના કાળમાં અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના દાદા અને માધવસિંહના સસરા ઈશ્વરભાઈ ચાવડા સાંસદ હતા. એ વખતના અનામત વિરોધી આંદોલન કરી રહેલા પાટીદારોને ઈશ્વરભાઈ ચાવડાએ પટેલોને શીશીમાં તેલ લાવતા કરી દેવાના જાહેરમાં ભાષણો કર્યા હતા.

તેના કારણે જ ખેડા-આણંદને સમાવતા ચરોતરથી લઈને અમદાવાદ ઉત્તર ગુજરાતમાં પાટીદારો કોંગ્રેસથી વિમુખ થયા અને વર્ષ 1984 પછી આ ક્ષેત્રોમાં ભાજપનો ઉદય થયો હતો. 80ના દાયકામાં ગરીબ પરીવારો આવકના અપુરતા સ્ત્રોતને કારણે દૈનિક જરૃરિયાત જેટલુ તેલુ કાચની શીશીઓમાં લેવીને ખાદ્ય સામગ્રી બનાવતા.

જુઓ આ પણ વીડિયો: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન