haji mastan untold story madhubala death-anniversary
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મધુબાલાના પ્યારમાં પાગલ હતો આ ડોન, અભિનેત્રીના મૃત્યુબાદ કર્યુ એવુ કે…

મધુબાલાના પ્યારમાં પાગલ હતો આ ડોન, અભિનેત્રીના મૃત્યુબાદ કર્યુ એવુ કે…

 | 2:04 pm IST
  • Share

હિન્દી સિનેમાની (bollywood) ખુબસૂરત અભિનેત્રી મધુબાલાની (madhubala death anniversary) આજે પુણ્યતિથિ છે. 23 ફેબ્રુઆરી 1969ના દિલની બીમારીના કારણે ફક્ત 36 વર્ષની ઉંમરે મધુબાલાએ દુનિયાને અલવિદા કહી દીધુ. તમે મધુબાલાના કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે આજે આપણે અન્ડરવર્લ્ડ ડોનનો મધુબાલા પ્રત્યેનો પ્રેમ અને તેમની સ્ટોરીની વાત કરીશુ.

આમ તો એ વાત જગજાહેર છે કે બોલિવુડની હીરોઇનોનું દિલ અન્ડરવર્લ્ડ ડોન પર આવ્યુ હતુ તો કોઇ વખત અભિનેત્રીઓની ખુબસૂરતી જોઇને ડોન પણ દિવાના થયા હતા. મધુબાલાને મેળવવા તે ગમે તે કિંમત ચુકવવા માંગતા હતા. મુંબઇનો નામચીમ ડોન હાજી મસ્તાન (haji mastan) મધુબાલાને ખુબજ પસંદ કરતો હતો. મધુબાલા માટે હાજીની દિવાનગી એ હદે હતી કે તે મધુબાલા સાથે લગ્ન કરવા માગતો હતો.

બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી એ પહેલા કે તે મધુબાલાને પોતાના મનની વાત કહે તે પહેલા જ મધુબાલાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ. મધુબાલાના નિધનથી હાજી મસ્તાન ભાંગી પડ્યો તો તેની હમશકલ સોનાની કિસ્મત ખુલી ગઇ. જેવી સોનાએ ફિલ્મોમાં એન્ટ્રી કરી સૌને લાગ્યુ મધુબાલા ફરી ફિલ્મોમાં આવી ગઇ. બંને વચ્ચે એટલી સામ્યતા હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો ચક્કર ખાઇ ગયા. સોના માટે હાજીએ ખુબજ ખર્ચ કર્યો જો કે તેની ફિલ્મોને જોઇએ તેવી સફળતા ન જ મળી.

હાજી પહેલાજ પરિણીત હતો જો કે તેની અસર સોના અને હાજીના સંબંધો પર ન પડી. કહેવાય છે કે હાજીએ ક્યારેય કોઇ પર ગોળી નથી ચલાવી જો કે હાજીનો અંદાજ આજે પણ યાદ કરવામાં આવે છે.

મધુબાલાના હૃદયમાં તો કાણુ હતુ જ સાથે સાથે ફેફસામાં પણ મુશ્કેલી હતી. આ સિવાય તેમને એવી ગંભીર બીમારી હતી કે તેમના શરીરમાં વધારે પ્રમાણમાં લોહી બનવા લાગતુ અને આ લોહી મધુબાલાના નાક અને મોંમાથી બહાર આવી જતુ. મધુબાલાને બીમારીઓએ એવી ઘેરી હતી કે તે 9 વર્ષ સુધી પથારીમાં પડી હતી અને પછી જીવનનો અંત આવ્યો.

આ વીડિયો જુઓ: રાજકોટમાં 28 બેઠક પર ભાજપનો વિજય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન