મધુર ભંડારકરની ફિલ્મ ઇન્સ્પેક્ટર ગાલીબ રેતી માફિયા પર આધારિત - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મધુર ભંડારકરની ફિલ્મ ઇન્સ્પેક્ટર ગાલીબ રેતી માફિયા પર આધારિત

મધુર ભંડારકરની ફિલ્મ ઇન્સ્પેક્ટર ગાલીબ રેતી માફિયા પર આધારિત

 | 12:31 am IST

વર્ષ ૨૦૧૭માં વિવાદિત ફિલ્મ ઇંદુ સરકારની રિલીઝ બાદ દિગ્દર્શક મધુર ભંડારકરે એક નવી જ સ્ટોરી દર્શકો સામે રજૂ કરવાનું મન બનાવી લીધં છે. મધુર ભંડારકરે પોતાની આગામી ફિલ્મ ઇન્સ્પેક્ટર ગાલીબની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના રેતી માફિયા પર આધારિત ફિલ્મ ઇન્સ્પેક્ટર ગાલીબનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં ૬-૭ મહિના ચાલવાનં છે. હાલ ફિલ્મના પ્રિ પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે. મહિલા આધારિત અને મહિલા કેન્દ્રિત ફિલ્મો માટે જાણીતા દિગ્દર્શક પહેલીવાર એક્શન પેક ફિલ્મ બનાવવાના છે. ફિલ્મ રેતી માફિયા પર હોવાથી પહેલીવાર મધુર ભંડારકરની ફિલ્મમાં લીડ એક્ટ્રેસના સ્થાને એક્ટરનો સમાવેશ થશે.