મધુર ભંડારકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કર્યો મોટો ધડાકો - Sandesh
NIFTY 10,838.05 -180.85  |  SENSEX 36,541.63 +0.00  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મધુર ભંડારકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કર્યો મોટો ધડાકો

મધુર ભંડારકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કર્યો મોટો ધડાકો

 | 4:03 pm IST

બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક મધુર ભંડારકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. મધુર ભંડારકરે ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, બોલિવૂડનું એક જુથ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના રૂપમાં પચાવી શકતું નથી. તેમાં અનેક અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશકો શામેલ છે. તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના રૂપમાં જોવા નહોતા માંગતા.

મધુર ભંડારકરે કહ્યું હતું કે, જ્યારે 2014ની લોકસભાની ચૂંટણી થઈ રહી હતી, તે સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી બે જુથમાં વહેંચાઈ ગઈ હતી.બોલિવૂડની લગભગ 40 થી 50 હસ્તીઓ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ એકજુથ થઈ ગઈ હતી. એ તમામના પ્રયાસ હતા કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ના બની શકે. છત્તિસગઢના ભિલાઈમાં એક કાર્યક્રમમાં બોલતા મધુર ભંડારકરે આમ કહ્યું હતું.

બોલિવૂડને અનેક જાણીતિ ફિલ્મો આપનારા નિર્માતા-નિર્દેશક મધુર ભંડારકરે ધડાકો કરતા કહ્યું હતું કે, 2014માં બોલિવૂડમં નરેન્દ્ર મોદીને લઈને વિરોધ થયો હતો. કેટલીક બોલિવૂડ હસ્તીઓએ એક જુથ બનાવીને મોદીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધુ હતું. જેના દબાણમાં બીજુ પણ એક જુથ બન્યું, જેમાં હું અને અનુપમ ખેર જેવા લોકો જોડાયા. ભંડારાકરે દાવો કર્યો છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના દિગ્ગજો ઉંડાણપૂર્વકની રાજનીતિ કરે છે. તેમણે ઈમરજંસી પર આધારીત ફિલ્મ ઈન્દૂ સરકારને લઈને પણ સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ માત્ર છ કરોડ રૂપિયામાં બની ગઈ હતી. તેવામાં ભાજપ તરફથી આ ફિલ્મને સ્પૉન્સરશિપ મળવાની વાત બકવાસ છે. આટલી નાની બજેટની ફિલ્મ માટે ભાજપનો આર્થિક સહયોગ લેવાનો આરોપ હાસ્યાસ્પદ છે.

મધુર ભંડારકરે ટીકાકારો પર કટાક્ષ કરતા કહ્યું હ્તું કે, જો ભવિષ્યમાં મોટા બજેટની ફિલ્મ બનાવવાની જરૂર પડી તો ભાજપ પાસેથી જરૂર મદદ માંગીશ. તેમણે કહ્યું હતું કે, ઈમરજન્સી પર અનેક ફિલ્મો બની, અનેક પુસ્તકો પણ લખાયા પરંતુ માત્ર ઈન્દૂ સરકાર ફિલ્મને લઈને જ વિરોધ થયો તે બાબત મારી સમજણની બહાર છે.

છત્તિસગઢના ભિલાઈમાં અભિનય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા મધુર ભંડારકરે રાજ્ય સરકારને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક કમિટી બનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, છત્તિસગઢ ખુબ જ સુંદર છે, અહીં ફિલ્મોના શૂટિંગ થઈ શકે છે. છત્તિસગઢમાં મરાઠી, તેલગૂ, તમિળની માફક શાનદાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉભી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, મધુર ભંડારકર ભાજપ અને નરેન્દ્ર મોદીના સારા સંબંધોને લઈને જાણીતા છે. 2015માં જ્યારે દેશભરમાં અસહિષ્ણુતાને લઈને એવૉર્ડ વાપસી અભિયાન ચાલ્યું, ત્યારે મધુર ભંડારકર, અનુપમ ખેર, માલિની અવસ્થી સહિતની હસ્તીઓએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ યોજી હતી અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તમામે દેશમાં અસહિષ્ણુતાની વાતને ફગાવતા કહ્યું હતું કે, કેટલાક લોકો દેશને બદનામ કરવા માંગે છે.