madhura-naik-as-wife-of-naveen-entry-after-komolika-kasautii-zindagii-kay-2
  • Home
  • Entertainment
  • ‘કસોટી જિંદગી કી 2’માં કોમોલિકા બાદ હવે શોમાં આગ લગાવશે આ એકટ્રેસ

‘કસોટી જિંદગી કી 2’માં કોમોલિકા બાદ હવે શોમાં આગ લગાવશે આ એકટ્રેસ

 | 2:26 pm IST

એકતા કપૂરની સીરિયલ ‘કસોટી જિંદગી કી 2’ના ત્રણ અઠવાડિયા થઈ ચુક્યા છે. આ શોમાં લાંબા સમય બાદ પ્રખ્યાત કેરેક્ટર કોમોલિકાની એન્ટ્રી થઈ ચુકી છે. ત્યારબાદ હવે એક બીજી મહિલાના પાત્રને આ ધારાવાહિકમાં પ્રવેશ થશે જે નેગેટિવ ભૂમિકા નિભાવશે.

આ કાર્યક્રમમાં એકટ્રેસ મધુરા નાઈક નવીનની પત્નીના રૂપે એન્ટ્રી લેશે, તેનું કહેવું છે કે ‘કસોટી જિંદગી કી 2’માં તેનું પાત્ર જીવન ફૂંકી દેશે. તે આ પાત્રને લઈને ખુબજ એક્સાઈટેડ છે.

આ અભિનેત્રીનું કહેવું છે કે મેં કહાની ઘર ઘરકી સાથે મારા કેરિયરની શરૂઆત કરી હતી. આટલા વર્ષો પછી બાલાજી ટેલિફિલ્મ્સમાં પરત ફરી રહી છુ તો બહુ સારૂ લાગી રહ્યુ છે. હુ આ સીરિયલને જોયા જ કરતી હતી હવે રીબુટનો ભાગ બનવા જઈ રહી છુ એ વાતથી ખુબજ ખુશ છુ.

મધુરાએ કહ્યુ કે આ શોમાં મારી ભૂમિકા મારા મે કરેલા પાત્રો કરતા બિલ્કુલ અલગ છે, મારૂ પાત્ર આ શોમાં જાન ફૂંકી દેશે. આ શોમાં મારૂ કામ કરવા હુ ખુબજ ઉત્સાહીત છુ.

આપને જણાવી દઈએ કે ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હે માં આદર્શ વહુનુ પાત્ર ભજવનાર અક્ષરાની ભૂમિકા નિભાવનાર હિના ખાન ‘કસોટી જિંદગી કી 2’માં કોમોલિકાનો રોલ કરી રહી છે.

કસોટી જિંદગી કીમાં કોમોલિકા ખુબજ લોકપ્રિય બની હતી ઉર્વશી ઢોલકીયાએ આ પાત્રને એક નવી ઉંચાઇ આપી હતી. સીરિયલની પ્રોડ્યુસર એકતા કપુરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ છે કે આ પાત્રો જરૂરથી ફરી એકવાર નવા રેકોર્ડ સ્થાપીત કરશે.