'લો ચલી મે....' 24 વર્ષ બાદ ઓનસ્ક્રીન બહેન રેણુકા સાથે માધુરીએ કર્યો ડાન્સ - Sandesh
NIFTY 11,470.70 +20.70  |  SENSEX 38,024.37 +136.81  |  USD 68.6850 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ‘લો ચલી મે….’ 24 વર્ષ બાદ ઓનસ્ક્રીન બહેન રેણુકા સાથે માધુરીએ કર્યો ડાન્સ

‘લો ચલી મે….’ 24 વર્ષ બાદ ઓનસ્ક્રીન બહેન રેણુકા સાથે માધુરીએ કર્યો ડાન્સ

 | 5:48 pm IST

માધુરી દીક્ષિત જલ્દી જ બકેટ લિસ્ટ નામની ફિલ્મથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે હમ આપકે હૈ કૌનની સ્ટાર રેણુકા શહાણે સાથે 24 વર્ષના ગાળા બાદ ફરીથી જોવા મળશે.

આ ફિલ્મના શુટિંગ દરમિયાન રેણુકા અને માધુરીએ જોરદાર મસ્તી કરી હતી. શુટિંગ દરમિયાન સેટ પર હમ આપકે હૈ કૌન ફિલ્મનું હીટ સોન્ગ લો ચલી મેં… ગીત પર બંનેએ ડાન્સ કર્યો હતો. આ વીડિયોને ધર્મા પ્રોડક્શને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ સુપરહીટ ગીત આજે પણ લોકોને મોઢે યાદ છે. આ ગીત તમને 1994ના એ સમયમાં લઈ જશે, જ્યાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. મહિનાઓ સુધી ફિલ્મના શોઝ હાઉસફુલ રહ્યા હતા. હવે એકવાર ફરીથી માધુરી સિનેપડદા પર પોતાનો જાદુ વિખેરવા આવી રહી છે.

ફિલ્મ બકેટ લિસ્ટની વાત કરીએ તો આ ફિલ્મ 25મેના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં એકવાર ફરી માધુરી દિક્ષીત અને રેણુકા શહાણે સાથે કામ કરવાની છે. આ ફિલ્મ બાદ માધુરી દિક્ષીત કરણ જૌહરની ફિલ્મ કલંકમાં જોવા મળશે, જેનુ શુટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.