ધકધક ગર્લ માધુરી ફિલ્મના શૂટિંગ માટે પહોંચી પૂણે, શેર કરી સુંદર તસવીરો - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ધકધક ગર્લ માધુરી ફિલ્મના શૂટિંગ માટે પહોંચી પૂણે, શેર કરી સુંદર તસવીરો

ધકધક ગર્લ માધુરી ફિલ્મના શૂટિંગ માટે પહોંચી પૂણે, શેર કરી સુંદર તસવીરો

 | 12:12 pm IST

બોલિવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત તેની પહેલી મરાઠી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ મરાઠી ફિલ્મનું ટાઇટલ બકેટ લીસ્ટ છે. હાલ આ ફિલ્મનું અંતિમ તબ્બકાનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ શૂટિંગ કરવા માટે માધુરી તેની ટીમ સાથે પૂણે પહોંચી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા માધુરીએ કેટલીક સેલ્ફી ક્લિક કરી તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ ફિલ્મનું ડિરેક્શન તેજસ પ્રભા અને વિજય દેઓસકરનું છે. માધુરીની આ મરાઠી ફિલ્મ 2018માં જ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે માધુરી દીક્ષિત છેલ્લે વર્ષ 2014માં આવેલી ગુલાબ ગેંગ અને દેઢ ઈશ્કિંયા ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારપછી હવે તે એક મરાઠી ફિલ્મમાં પોતાના અભિનયનો જાદૂ ચલાવશે.