Madhuri Dixit one of the Most Famous B-town Actress in Pakistan
  • Home
  • Entertainment
  • Bollywood
  • Birthday : માધુરીને લઈ પાકિસ્તાનના લોકોએ આપ્યું હતું મોટું નિવેદન, કહ્યું- અમને આપી દો…

Birthday : માધુરીને લઈ પાકિસ્તાનના લોકોએ આપ્યું હતું મોટું નિવેદન, કહ્યું- અમને આપી દો…

 | 3:29 pm IST

બોલિવૂડની ડાન્સિગ ક્વીન, દીવા અને એક સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. 15મી મે,1967ના રોજ મુંબઇ ખાતે પિતા શંકર દીક્ષિત અને માતા સ્નેહ લતાની લાડલી દીકરી માધુરી દીક્ષિતનો જન્મ થયો હતો. માધુરીને 50થી પણ વધુ વરસ થયા છે પરંતુ તેમ છતા તેનો જાદૂ અને તેની સુંદરતા આજે પણ તેના પ્રશંસકોનાં દીલ પર કાયમ છે. આવો આજે જાણીએ માધુરી દીક્ષિતનાં જીવનની કેટલીક રસપ્રદ વાતો…

માધુરીના પિતા શંકર દીક્ષિત અને સ્નેહ લતા દીક્ષિતની દીકરી માધુરી બાળપણમાં ડોક્ટર બનવા ઇચ્છતી હતી. માધુરીએ બાળપણમાં પોતાના અભ્યાસની શરૂઆત ચાઇલ્ડ હાઇ સ્કૂલથી કરી હતી બાદમાં તેને મુંબઇ યુનિવર્સિટીથી બીએની ડીગ્રી મેળવી. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ તેને ડાન્સ શીખવાની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં આઠ વર્ષની ઉંમરે તેને ક્લાસિકલ ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. માધુરી અનુસાર જ્યારે તે ટીન એજમાં હતી ત્યારે તે નાના બાળકોને ડાન્સ શીખવતી હતી.

બર્થ ડે સ્પેશિયલ:

માધુરીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1984માં રાજ શ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘અબોધ’થી કરી હતી. જો કે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કોઇ કમાલ કરી સકી નહતી. વર્ષ 1988માં આવેલ ફિલ્મ ‘દયાવાન’માં પોતાનાથી 21 વર્ષ મોટા અભિનેતા વિનોદ ખન્ના સાથે આપેલ તેના કિસ સીને તે સમયે જોરદાર ચર્ચા ચગાવી હતી. તમને જણાવી દઇએ કે, માધુરીનાં આ સીનની ખુબ આલોચના થઇ હતી.

માધુરીનું નામ અનિલ કપૂરથી લઇ સંજય દત્ત સાથે પણ જોડવામાં આવ્યું. અનિલ સાથે ‘રામ લખન’ દરમિયાન તો સંજય દત્ત સાથે ‘સાજન’ ફિલ્મ સમયે માધુરીનાં રિલેશનની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ તેમનો આ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહી અને બાદમાં ટાડા મામલે સંજય દત્તનાં જેલમાં ગયા બાદ માધુરીએ સંજય દત્તથી દૂરી બનાવી લીધી હતી.

તમને જણાવી દઇએ કે, માધુરી માત્ર ભારતમાં જ નહી પણ પાકિસ્તાનમાં પણ પ્રખ્યાત છે. જ્યારે બોર્ડર પર યુદ્ધ થયું હતું ત્યારે, પાકિસ્તાનીઓએ કહ્યું હતું કે, અમે કાશ્મીર છોડી દઇશું જો તમે અમને માધુરી દીક્ષિત આપી દેશો. માધુરીની સુંદરતા અને અભિનયની કાયલ સમગ્ર દુનિયા છે. પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન માધુરીનાં એટલા મોટા પ્રશંસક હતા કે તેમને માધુરીને લઇ એક ફિલ્મ પણ બનાવી દીધી હતી.

માધુરી દીક્ષિતનાં લગ્ન ડોક્ટર શ્રીરામ નેને સાથે વર્ષ 1999માં થયા હતા. તેમાના બે બાળકો રિયાન અને એરિન નેને છે. લગ્ન બાદ માધુરી કોલોરાડોના ડેનવરમાં રહેવા લાગી. ત્યાં લગભગ 10 વર્ષ રહ્યા બાદ તેઓ મુંબઈ પરત ફરી. ત્યાર બાદ માધુરીએ ફિલ્મ ‘આજા નચલે’થી બોલિવૂડમાં રિએન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ ઘણી ચાલી નહીં પરંતુ ફિલ્મના ગીતો ઘણા હિટ રહ્યા. માધુરી હંમેશા બોલિવૂડ પાર્ટીઓ અને સ્ક્રિનિંગમાં નજર આવે છે. પદ્મ શ્રી સમેત ઘણા એવોર્ડ મેળવી ચૂકેલ માધુરી દીક્ષિત ફિલ્મફેરનાં 4 પુરસ્કાર પણ જીતી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન