Madhya Pradesh 67 girls found in raid on newspaper owner’s hotel in Indore
  • Home
  • Featured
  • અખબાર માલિકની હોટેલમાં છાપો મારતા એટલી બધી યુવતીઓ મળી આવી કે પોલીસની આંખો ફાટી ગઈ

અખબાર માલિકની હોટેલમાં છાપો મારતા એટલી બધી યુવતીઓ મળી આવી કે પોલીસની આંખો ફાટી ગઈ

 | 10:29 pm IST

હની ટ્રેપ મામલે ઈંદોર નગર નિગમના સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયર હરભજન સિંહની ફરિયાદના આધારે શનિવારે રાતે પોલીસે સાંજા લોકસ્વામી અખબારના માલિક જીતુ ઉર્ફે જિતેન્દ્ર સોની અને એના દીકરા અમિત સોનીની હોટેલ માય હોમ, એમનાં ઘર અને ઓફિસો પર છાપો માર્યો હતો. માય હોમ હોટેલમાંથી 6૭ યુવતીઓ મળી આવી હતી. તેમની સાથે ૭ નાનાં બાળકો પણ છે. કેટલીક છોકરીઓ સગીર છે અને એવો શક છે કે આ યુવતીઓને બંધક બનાવીને તેમની પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો. હોટેલમાં નાના નાના ડાન્સ બાર પણ હતા. પોલીસને આશરે 1૭0 જેટલી વીડિયો અને ઓડિયો ટેપ મળી છે. એમાં 125 વીડિયો છે.

ઘરે પાડવામાં આવેલા છાપામાં હની ટ્રેપ સાથે સંકળાયેલા દસ્તાવેજ, પેન ડ્રાઈવ, 30થી વધુ પ્લોટ અને જમીનની રજિસ્ટ્રી મળી આવી છે. બજારમાં એનું મૂલ્ય 150 કરોડ રૂપિયા જેટલું છે. ઘર અને જમીનની રજિસ્ટ્રી બીજાઓના નામ પર છે. બ્લેકમેલિંગ અને લોકોને ફસાવવા માટે આ દસ્તાવેજ રાખવામાં આવ્યા હોવાની આશંકા છે. પોલીસે અમિત સોની પાસેથી લાઇસન્સ ધરાવતી બંદૂક, 36 કારતૂસ અને 6 ફૂટેલી કારતૂસો જપ્ત કરી છે.

રવિવાર સાંજ સુધી ચાલેલી પોલીસ કાર્યવાહી બાદ જીતુ સોની, અમિત સોની અને ઘરના અન્ય લોકો સામે માનવ તસ્કરી, આઈટી એક્ટ, આર્મ્સ એક્ટ અને સરકારી કામમાં દખલ આપવાની કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે અમિત સોનીની ધરપકડ કરી છે પણ જીતુ સોની ફરાર છે. એને શોધી આપનારને 10,000 રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે.

હરભજન સિંહે આરોપ લગાવ્યો હતો કે અખબારમાં ખોટા અને ભ્રામક અહેવાલો છાપીને મારી પ્રાઇવસીનું ઉલ્લંઘન કરાયું છે. વીડિયો અને ફોટો પ્રસારિત કરીને મને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસ સમક્ષ નવા ખુલાસા થતાં 9 સરકારી વિભાગો દ્વારા જીતુ સોની અને અમિત સોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન