માત્ર એક વિઘા જમીનનાં માલિકે વાવ્યા આ વૃક્ષો, બની ગયો કરોડપતિ - Sandesh
  • Home
  • Business
  • માત્ર એક વિઘા જમીનનાં માલિકે વાવ્યા આ વૃક્ષો, બની ગયો કરોડપતિ

માત્ર એક વિઘા જમીનનાં માલિકે વાવ્યા આ વૃક્ષો, બની ગયો કરોડપતિ

 | 7:51 pm IST

ખેડૂત સતનામે પોતાના એક વિઘા ખેતરને 15 વર્ષ માટે સાગના 500 વૃક્ષના નામે કરી દીધુ. તેની મન લગાવીને સાચવણી કરી. આજે તે તમામ નાના રોપાઓ મોટા થઇ ગયા છે. એક વૃક્ષની ન્યૂનતમ કિંમત 20 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આમ સતનામે એક કરોડ રૂપિયાની કમાણી કરી પોતાના પરિવારનું ભવિષ્ય સુદ્રઢ બનાવી દીધુ છે. સતનામની આ સફળતાની કહાની અન્ય ખેડૂતો માટે પ્રેરણા છે.

ડબરા, મધ્યપ્રદેશના ગામ ગંગાબાગ નિવાસી સરદાર સતનામ સિંગ લઘુ ખેડૂત છે. તેમણે 15 વર્ષ પહેલા એક વિઘાના ખેતરમાં સાગના 600 વૃક્ષો રોપ્યા હતાં. તેના માટે તેમણે સૌથી પહેલા સરકારની મદદ લાવા માંગી, પરંતુ કોઇ મદદ મળી નહી. તે છતા સતનામે પાછળ વળીને જોયુ નહી અને નિર્ણય કર્યો કે આ વૃક્ષોનો ઉછેર કરવો છે. મન લગાવીને સાગના ઝાડનો ઉછેર કર્યો તો આજે તેમના ખેતરમાં 500 વૃક્ષ છે. સતનામ હજુ પણ તેને વધારે પરિપક્વ બનાવા માંગે છે. વર્તમાનમાં એક વૃક્ષની કિંમત લગભગ 20 રૂપિયા મળશે. વૃક્ષો થોડા વધારે વિકસિત થશે ત્યારે તેની વધારે કિંમત મળશે.

સતનામ સિંહે જણાવ્યું કે, 15 વર્ષ પહેલા સાગના ઝાડ ખેતરમાં લગાવવાનો વિચાર આવ્યો હતો. અને બાદમાં તેમણે જાણકારોની મદદ લીધી અને 70 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. જાણકારોએ ત્યારે જણાવ્યું હતું કે, 15 થી 20 વર્ષ બાદ એક વૃક્ષની કિંમત 15 થી 20 હજાર થશે. આમ 15 વર્ષની મહેનત બાદ એક વિઘા ખેતરમા રોપેલા સાગના વૃક્ષોના કારણે કરોડપતિ બની ગયા છે.

સતનામ કહે છે, ક્ષેત્રમાં એવા ઘણા ખેડૂતો છે જે માત્ર ઘઉં અને ધાનની ખેતી પર નિર્ભર છે. પરંતુ દુકાળ પડવા પર તમામ લોકો સામે આર્થિક સંકટ આવી જાય છે. ગત વર્ષે પણ દુકાળ પડ્યો હતો. આવી સ્થિતિમાં જો ખેડૂત પાસે એક પર્યાપ્ત ધનરાશિ સુરક્ષિત હોય તો દુકાળથી પહોંચી વળે છે. હું હવે ગામ-ગામ જઇ ખેડૂતોને સાગના વૃક્ષ લગાડવા માટે જાગરૂક કરી રહ્યો છું.

સતનામે જણાવ્યું કે, વર્ષ 2003માં તેમણે 40 રૂપિયા પ્રતિ વૃક્ષના હિસાબે 600 રોપાઓ રોપ્યા હતાં. વૃક્ષને રોપવા માટે ખાડાઓ કરાવ્યા હતાં. આ તમામમાં કુલ 70,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. રોપાઓ ઓછામાં ઓછા બે મીટરની દૂરી પર લગાવવાના હતાં. પરંતુ તે સમયે ધ્યાન અપાયુ નહી અને આસપાસ જ વૃક્ષની વાવણી કરી દેવાઇ. જેના પછી કેટલાક છોડવાઓ તૂટી પડ્યા હતાં. 600માથી 100 છોડવાઓ ખરાબ થઇ ગયા હતાં. પરંતુ 500 છોડવાઓ હવે વૃક્ષ બની ગયા છે અને સ્થાયી આવકનો સ્ત્રોત બની ગયા છે. એક વૃક્ષની ઉંમર 50 વર્ષ હોય છે, આ દરમિયાન તે વધતુ જ જાય છે આ દરમિયાન પ્રત્યેક વૃક્ષથી ઓછામાઓછી 20,000 રૂપિયાની આવક કરી શકાય છે.

સાગના મુખ્ય ગુણ આ પ્રમાણે છે
તેને ઊધઈ લાગતી નથી. તે વજનમાં હલકું હોવા છતાં મજબૂત હોય છે. ઘડવામાં સહેલું છે અને સારો ઓપ કરી શકાય છે. રંગ પીળાશ પડતો આછો છીંકણીનાં રંગનો છે. ઉત્પત્તિસ્થળ પ્રમાણે તેના ગુણોમાં થોડો ફેરફાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન