madhya pradesh home minister unhappy with a suitable boy Kissing seen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઈશાન-તબુના બોલ્ડ સીનને લઈ બબાલ થઈ, ખુદ MPના ગૃહમંત્રીએ વાંધો ઉઠાવીને કહ્યું-…

ઈશાન-તબુના બોલ્ડ સીનને લઈ બબાલ થઈ, ખુદ MPના ગૃહમંત્રીએ વાંધો ઉઠાવીને કહ્યું-…

 | 4:47 pm IST

લવ જેહાદ પર કાયદો ઘડવા જઇ રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશમાં ઓટીટી(OTT) પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ડાયરેક્ટર મીરા નાયર દ્વારા બનાવવામાં આવેલી વેબ સિરીઝ ‘A Suitable Boy’ વિવાદોમાં ઘેરાયેલી છે. તેમાં કિસિંગ સીન ફિલ્માવ્યા બાદ વિવાદ ઉભો થયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ વેબ સિરીઝમાં ફિલ્માવવામાં આવેલા કિસિંગ સીન સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ બાબતે ગૃહમંત્રીએ કહ્યું છે કે “ઓટીટી મીડિયા પ્લેટફોર્મ પર ‘A Suitable Boy’ સીરિઝમાં ખૂબ જ આપત્તિજનક સીન શૂટ કરવામાં આવ્યા છે. જેમાં એક મુસ્લિમ છોકરો ચુંબનનું સીન શુટ કરી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં ભજન વાગી રહ્યું છે.

ગૃહમંત્રીએ આગળ જણાવ્યું કે, આવા સીન ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. મેં અધિકારીઓને સૂચના આપી છે કે નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ પર આવા સીન સામે શું કાનૂની કાર્યવાહી થઈ શકે તેની તપાસ કરીને જણાવો. ઉલ્લેખનીય છે કે, ગૌરવ તિવારી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘A Suitable Boy’ વેબ સિરીઝનો કિસિંગ સીન પોસ્ટ કરીને વાંધો ઉઠાવ્યો હતો. ગૌરવ તિવારી ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીયમંત્રી છે. આ સીન લતા અને કબીરના પાત્ર વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

વેબ સિરીઝ ‘A Suitable Boy’ વિશે વાત કરીએ તો તે પ્રખ્યાત નિર્દેશક મીરા નાયર દ્વારા આ સિરીઝ બનાવવામાં આવી છે. આ સિરીઝ લેખક વિક્રમ શેઠની આ જ નામના પુસ્તક પર આધારિત છે. આ સિરીઝમાં તબ્બુ સિવાય ઈશાન ખટ્ટર, નમિત દાસ, રામ કપૂર, તાન્યા માનિકતલા અને દનેશ રિઝવીએ કામ કર્યું છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન