madhya pradesh mla ram bai singh Controversy pm awas yojna
  • Home
  • Featured
  • લોટમાં નમક જેટલી લાંચ લેવી ખોટી નથી, મધ્યપ્રદેશના બસપા ધારાસભ્યના તર્કથી વિવાદ

લોટમાં નમક જેટલી લાંચ લેવી ખોટી નથી, મધ્યપ્રદેશના બસપા ધારાસભ્યના તર્કથી વિવાદ

 | 9:29 am IST
  • Share

  • બહુજન સમાજ પાર્ટીના મહિલા ધારાસભ્ય રામ બાઈ સિંહે ભાંગરો વાટ્યો
  • PM આવાસ યોજનામાં લાંચને લઇને કર્યુ વિવાદાસ્પદ નિવેદન
  • લોટમાં નમક જેટલી લાંચ લેવી ખોટી નથી: રામ બાઈ સિંહ

એક બાજુ બેરોજગારીનો સાપ ફુંફાડા મારી રહ્યો છે તો બીજી બાજુ મોંઘવારીએ માજા મુકી છે. એક સાંધો ત્યં તેર તૂટે તેવી સ્થિતિથી સામાન્ય જનતા હેરાન પરેશાન છે આ તમામ વચ્ચે ભ્રષ્ટાચાર વધારે મુશ્કેલી સર્જી રહ્યો છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના (BSP) મહિલા ધારાસભ્ય રામ બાઈ સિંહે (MLA Ram Bai Singh) એક નિવેદન આપતા સમગ્ર મામલો બીચકયો છે.

મધ્યપ્રદેશની બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રામ બાઈ સિંહ કહે છે કે લોટમાં મીઠું નાંખીએ તેટલી લાંચ લેવાથી કોઇ નુકસાન થતુ નથી. દમોહ જિલ્લામાં બસપા ધારાસભ્ય રામ બાઈ સિંહ પાસે સતુઆ ગામના કેટલાક લોકો ફરિયાદ લઈને આવ્યા હતા. આરોપ હતો કે PM આવાસ યોજનાના નામે સહાયકો, સચિવો હજારો રૂપિયાની લાંચ લેતા હતા. આ પછી, ગામમાં ધારાસભ્ય પહોંચ્યા અને જન ચૌપાલમાં ગ્રામજનોએ અધિકારીઓની સામે તેમના વિશે ફરિયાદ કરી.

1.25 લાખના ઘરમાં 10 હજારની લાંચ ખોટી
ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ દ્વારા 5થી 10 હજાર રૂપિયા સુધીની લાંચ લેવામાં આવે છે. આ પછી, ધારાસભ્ય રામ બાઈએ કહ્યું કે થોડું વધારે છે હજારો રૂપિયા કોઈ ગરીબ વ્યક્તિ પાસેથી ન લેવા જોઈએ. જો હું એક હજાર રૂપિયા લઈ લઉં તો પણ કોઈ સમસ્યા નહોતી પણ 1.25 લાખના ઘરમાં 10 હજારની લાંચ લેવી ખોટી છે.

આ દરમિયાન ધારાસભ્યએ રોજગાર સહાયકને કહ્યું કે જો તમે તમારા ઘરમાં 1 લાખ રૂપિયાનું બાથરૂમ હશે આ લોકો એટલાના ઘરમાં રહે છે.જો તમે તેમની પાસેથી 5 થી 10 હજાર લો છો, તો તમારે શરમ આવવી જોઈએ. ધારાસભ્ય વતી કહેવામાં આવ્યું હતું કે કેટલોક વાંક ગ્રામજનોનો પણ છે જેઓ લાંચ આપે છે.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના પથરીયાના ધારાસભ્ય રામ બાઈ પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં તેમનો પતિ ફરાર હતો જેમના પર હત્યાનો આરોપ હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો