મધ્યપ્રદેશ સરકાર અંધશ્રદ્ધાનો રસ્તો અપનાવશે, જાણી લો કેમ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મધ્યપ્રદેશ સરકાર અંધશ્રદ્ધાનો રસ્તો અપનાવશે, જાણી લો કેમ

મધ્યપ્રદેશ સરકાર અંધશ્રદ્ધાનો રસ્તો અપનાવશે, જાણી લો કેમ

 | 6:44 pm IST

મધ્યપ્રદેશની સરકારે એક આશ્ચર્યજનક પહેલ કરી છે. જે રીતે રોગના ઇલાજ માટે હોસ્પિટલમાં તમે ઓપીડીમાં જાવ છો, એ રીતે કિસ્મતની પરેશાની દૂર કરવા માટે એસ્ટ્રો ઓપીડીમાં જઇ શકો છો ! તમારા ભાગ્યમાં અવરોધ દૂર કરવા માટે મધ્યપ્રદેશ સરકાર આ પહેલ કરી રહી છે !

મધ્યપ્રદેશ સરકાર જ્યોતિષ ઓપીડી શરુ કરવાની તૈયારી કરી રહી છે. કોઇ હોસ્પિટલમાં જેમ રોગના ઇલાજ માટે ઓપીડી હોય છે, તેમ તમારી જુદી જુદી સમસ્યાના ઇલાજ માટે જ્યોતિષીઓ સલાહ આપી શકે એ માટે મધ્યપ્રદેશ સરકાર એક અનોખો વિભાગ શરુ કરી રહી છે. યાદ રહે કે આ ઇલાજ કોઇ ઐરોગૈરો જ્યોતિષ કરી શકશે નહીં, એ માટે ભોપાલના મર્હિષ પતંજલિ સંસ્કૃત સંસ્થાનમાંથી જ્યોતિષનું શિક્ષણ મેળવનાર જ ઇલાજ કરી શકશે.

દર અઠવાડિયે બે વખત ત્રણથી ચાર કલાક જ્યોતિષી, વાસ્તુ નિષ્ણાંત, હસ્તરેખા શાસ્ત્રી, વૈદિક કર્મકાંડના નિષ્ણાંતો લોકોની કુંડળી બનાવી ભવિષ્ય કથન કરી દિશા દેખાડશે. મોટાભાગે આ ઓપીડી સપ્તાંહતે જ શરુ કરાશે. આ ઓપીડી હાલમાં ભોપાલમાં રેડક્રોસ બિલ્ડીંગની નજીક યોગા સેન્ટરની બિલ્ડીંગમાં હશે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના હેવાલ મુજબ એમપીએસએસના ડાયરેક્ટર પી.આર.તિવારીએ જણાવ્યું હતું કે અમે આ કેન્દ્રને ફક્ત એસ્ટ્રો ઓપીડીનું નામ આપી રહ્યા છે. તેને મેડિકલ ઓપીડી સાથે કશું લાગતું વળગતું નથી.

તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે ઓપીડીની જેમ અહીં પણ જુનિયર પોતાના સીનિયરની સાથે જ્યોતિષ વિદ્યાની પ્રેક્ટિસ કરશે. અહીં આવનારા એક્સપર્ટ એમપીએસએસના ફેકલ્ટી મેમ્બર હશે. કેટલાક હપ્તા પહેલાંથી જ એમપીએસએસ જ્યોતિષી, વાસ્તુ એક્સપર્ટ, હસ્તરેખા શાસ્ત્રી, વૈદિક કર્મકાંડનું શિક્ષણ શરુ થયું છે.