#PUBG Man Drinks Acid Instead Of Water In Madhyapradesh
  • Home
  • Featured
  • PUBG ગેમની એવી લત લાગી કે યુવક પાણીની જગ્યાએ પી ગયો એસિડ, અને પછી…

PUBG ગેમની એવી લત લાગી કે યુવક પાણીની જગ્યાએ પી ગયો એસિડ, અને પછી…

 | 12:23 pm IST

PUBG ગેમની લતના લીધે દિવસેને દિવસે કેટલીય દુર્ઘટનના સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરનો કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલનો છે. અહીં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો મશગૂલ હતો કે તે પાણીની જગ્યાએ એસિડ પી ગયો. જો કે પરિવારવાળા તરત જ તેને લઇ હોસ્પિટલ ગયા અને તેનો જીવ બચાવી લીધો.

મીડિયા રિપોર્ટ્સના મતે છિંદવાડામાં રહેતા યુવકની તબિયત ખતરાથી બહાર છે. યુવકની સારવાર કરનાર ડૉકટરે કહ્યું કે 25 વર્ષનો યુવક ઘર આંગણામાં પબ્જી રમત રમી રહ્યા હતા. તેઓ ગેમમાં એ હદે મશગૂલ હતા કે તેને પાણીની જગ્યાએ એસિડ પી લીધું. તેના લીધે તેના આંતરડા બળી ગયા. તેને તાત્કાલિક દાખલ કરાયો છે.

ડૉકટર્સે જણાવ્યું કે એસિડ પીવાથી તેના પેટમાં અલ્સર થઇ ગયા છે અને આંતરડા ચિપકી ગયા છે. કહેવાય છેકે પીડિત યુવકને નાગપુરની હોસ્પિટલમાં રેફર કરી દીધા છે. જ્યાં તેમની સ્થિતિ ખતરાથી જણાવાઇ રહી છે.

સારવારના સમયે પણ રમતો રહ્યો PUBG…
ડૉકટર્સ મનન ગોગિયાનું કહેવું સ્તબ્ધ કરવાની વાત તો એ હતી કે આ અકસ્માત બાદ પણ યુવક કંઇ શીખ્યો નહીં. તે સારવાર દરમ્યાન પણ PUBG રમતો રહ્યો. તેને આ રમત રમવાની ખરાબ લત લાગી ગઇ છે. સમજાવા છતાં તે કંઇ માનતો નથી.

તામિલનાડુ બાદ પબજી ગેમને મધ્યપ્રદેશમાં બેન કરવાની પણ માંગણી થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન