ભારતના ચોથા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ કરાયું - Sandesh
  • Home
  • Business
  • ભારતના ચોથા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ કરાયું

ભારતના ચોથા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ કરાયું

 | 2:28 pm IST

ગુજરાત, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે સામાન્ય નાગરિકને રાહત આપવા માટે હવે મધ્ય પ્રદેશ સરકારે પણ વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. એમપી સરકારે પેટ્રોલ પર 3 ટકા અને ડીઝલ પર 5 ટકા વેટ ઘટાડ્યું છે. મધ્ય પ્રદેશ સરકારે ગુરુવારે વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 5 ઓક્ટોબરના રોજ તમામ રાજ્યોને અપીલ કરી હતી કે તે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સના ભાવમાં ઘટાડો કરે.

વેટમાં ઘટાડો કરાયા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વિટ કરીને મધ્યપ્રદેશની જનતાને માહિતી આપી હતી. એમપીમાં હવે પેટ્રોલ પર 3 ટકા અને ડીઝલ પર 5 ટકા વેટ ઓછું કરાયું છે. તેમણે કહ્યું કે, જનતાનું સુખ અમારા માટે સર્વોપરી છે. વેટ ઘટાડ્યા બાદ હવે રાજ્યમાં ડીઝલ 63.37 રૂપિયાને બદલે 59.37 પ્રતિ લીટર મળશે. તો એક લિટર પેટ્રોલની કિંમત 74.63થી ઘટીને 73.13 રૂપિયા પ્રતિ લીટર થયું છે.

અનુમાન છે કે, આનાથી રાજ્ય સરકારને દર વર્ષે 2000 કરોડ રૂપિયાનું રાજસ્વ નુકશાન થશે.